Afghanistan

Afghanistan

અફઘાનિસ્તાન (Afghanistan) સરકારે તાલિબાનના આતંકીઓ સામે બહુ મોટી કાર્યવાહી કરી છે. જેમાં ત્રણ અલગ અલગ જગ્યાએ કરેલી એર સ્ટ્રાઈકમાં 29 આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે. જાબુલ નામના પ્રાંતમાં કરાયેલા હવાઈ હુમલામાં 7 આતંકીઓને ઢાળી દેવાયા છે.

અહેવાલો મુજબ, આ એર સ્ટ્રાઈકમાં તાલીબાનનો એક ટોચનો આતંકી પણ માર્યો ગયો છે. અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયના કહેવા પ્રમાણે એક હુમલો અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતમાં કરવામાં આવ્યો હતો. જ્યાં 10 આતંકીઓના મોત થયા હતા. જેમાં તાલિબાનનો એક જાસૂસી અધિકારી પણ માર્યો ગયો છે.

આ પણ જુઓ : રાજ્ય સરકારના અધિકારી,કર્મચારી પેન્શનરોને દિવાળીની ભેટ

બીજી એર સ્ટ્રાઈક કુંડુઝ પ્રાંતમાં કરવામાં આવી હતી. જ્યાં 12 આતંકીઓ માર્યા ગયા છે અને 6 આતંકીઓ ઘાયલ થયા છે. અહીંયા મોટીસંખ્યામાં હથિયારો અને દારુગોળાના જથ્થો પણ નષ્ટ થઈ ગયો છે. ફ્રાંસે માલીમાં કરેલા હુમલા બાદ આતંકવાદીઓ પરનો આ સૌથી મોટો હુમલો છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024