Afghanistan
શુ્ક્રવારે અફઘાનિસ્તાન (Afghanistan) ના ગઝનીમાં એક રિક્શામાં છૂપાવાયેલો બોંબ ફૂટતાં ઓછામાં ઓછાં 15 બાળકો માર્યા ગયા. 20થી વધુને ઇજા થઇ હતી.
ગઝની પ્રાંતના ગવર્નર વહીદુલ્લા જુમાજાદાએ કહ્યું હતું કે શુ્ક્રવારે બપોરે ગઝનીના ગિલાન જિલ્લામાં રિક્શાચાલક જેવો ગિલાન વિસ્તારમાં પ્રવેશ્યો અને બાળકોએ રિક્શાને ઘેરી લીધી કે તરત બોમ્બ વિસ્ફોટ થયો હતો. 15 બાળકો માર્યા ગયા અને બીજા વીસને ઇજા થઇ હતી.
આ પણ જુઓ : વડોદરામાં મ્યૂકોરમાઈકોસિસ બીમારીના 7 કેસ આવ્યા
બાળકોને શા માટે બોમ્બ વિસ્ફોટનો ભોગ બનાવાયો એની તપાસ પણ થઇ રહી હતી. કોઇ આતંકવાદી સંસ્થાએ આ બોમ્બ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નહોતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.