Disease

Disease

કોરોના બાદ હવે સપ્ટેમ્બર મહિનામાં ચીનમાં વધુ એક બીમારી (Disease) ફેલાતા હડકંપ મચી ગયો છે. રિપોર્ટસ અનુસાર, ચીનમાં એક નવો બેક્ટેરીયલ ઈન્ફેક્શન લોકોમાં ફેલાયુ છે. આ બીમારી હવાથી પણ ફેલાઈ રહી છે. જેને કારણે અત્યાર સુધી 3 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. તેનાથી સંક્રમિત વ્યક્તિને પહેલા તાવ આવે છે, જેને માલ્ટા તાવ નામ આપવામાં આવ્યું છે. આ સાથે જ તેનાથી પુરુષોમાં નપુંસતકા આવવાનો ખતરો પણ રહે છે. 

આ બેક્ટેરીયા ચીનની એક સરકારી બાયોફાર્માસ્યુટિકલ પ્લાન્ટમાં લીક થયા બાદ ફેલાયો છે. ચીનના લાંઝુમાં અત્યાર સુધી 3 હજાર 245 લોકોમા બ્રુસલોસિસ (Brucellosis) બેક્ટેરીયા મળી આવ્યા છે. આ બીમારી વ્યક્તિથી માણસમાં ફેલાતો નથી, પરંતુ પ્રાણીઓ કે તેનાથી ઈન્ફેક્ટેડ પ્રાણીઓનું માંસ ખાવામાં ફેલાય છે. સાથે જ ઈન્ફેક્ટેડ પ્રાણીઓના ડેરી પ્રોડક્ટ્સથી પણ વાયરસ ફેલાયો છ. 

અમેરિકન ઈન્સ્ટીટ્યૂટ સીડીસીના અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, આ બેક્ટેરીયા પુરુષોમાં નપુંસકતા પેદા કરે છે. જે ફેકટરીમાંથી આ બેક્ટેરીયા ફેલાયા, ત્યાં બ્રુસેલા વેક્સીન બનતી હતી. તે બનાવવા માટે ત્યાં એક્સપાયર્ડ ડિસઈન્ફેક્ટન્ટ રાખવામાં આવ્યું હતું. આ એક્સપાયર્ડ ડિસઈન્ફેક્ટેન્ટ એક ટેન્કમાં રાખવામાં આવ્યો હતો, જેમાંથી તે સ્પ્રેડ થયો હતો.  

13 જાન્યુઆરી, 2020માં લોન્ઝોઉ બાયોલોજિકલ ફાર્માસ્યુટિકલ ફેક્ટરીના વેક્સીનેશન લાઈસન્સને કેન્સલ કરી દેવાયું હતું. તેમજ 8 લોકોને સજા સંભળાવવામાં આવી હતી. હવે જેટલા પણ લોકો તેનાથી સંક્રમિત થયા છે, તેઓને ઓક્ટોબર મહિનામાં પ્લાન્ટ તરફથી વળતર આપવામાં આવ્યું છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024