CSK
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના પ્રભાવશાળી કેપ્ટને ઈન્ડિયન પ્રીમિયર લીગ માં જીત સાથે આગાઝ કર્યો છતાંય કહ્યું કે તેમની ટીમને હજી પણ કેટલાક વિભાગમાં સુધારો કરવાની જરૂર છે. તો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ખાસિયત એ છે કે, જીત મળવા છતાં પણ ટીમની નબળાઇઓ પર નજર રાખતા રહે છે.
ધોની એ મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નાઈ (CSK) ની પાંચ વિકેટની જીત બાદ કહ્યું જણાવ્યું કે, “ઘણા બધા સકારાત્મકતા પક્ષ રહ્યા છતાંય એવા કેટલાક વિભાગો પર કામ કરવાની જરૂર છે. બાદમાં રમતા સમયે ઝાકળ પડતા થોડીક મુવમેન્ટ રહેતી હતી. તથા આવી સ્થિતિમાં જો તમારી પાસે વિકેટ બચી હોય તો તમે ફાયદામાં રહો છો.
‘An amazing job by each an every individual who is a part of the IPL,’ MS Dhoni on #Dream11IPL #MIvCSK pic.twitter.com/xcvyZzLs6I
— IndianPremierLeague (@IPL) September 19, 2020
ચેન્નાઈએ (CSK) 19.2 ઓવરમાં 5 વિકેટે 166 રન બનાવી જીત મેળવીને મેન ઓફ ધ મેચ અંબાતી રાયડુના 71 અને ફાફ ડુ પ્લેસિસના અણનમ 58 રનની મદદ રહી. મુંબઇને પહેલા બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ નવ વિકેટે 162 રન બનાવ્યા હતા. જો કે, મુંબઈનો 2013થી તેમની પ્રથમ મેચ હારી જવાનો રેકોર્ડ યથાવત રહ્યો.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્માએ સ્વીકાર્યું કે ડેથ ઓવરમાં સારી બેટિંગ ન કરવા બદલ તેમની ટીમને નુકસાન થયું છે. તેણે કહ્યું કે, અમે પ્રથમ દસ ઓવરમાં 86 રન બનાવ્યા હતા. ક્રેડિટ ચેન્નઈ (CSK) ના બોલરોને જાય છે જેમણે છેલ્લી ઓવરમાં સારી બોલિંગ કરી હતી.
તો રાયડુ અને ડુપ્લેસિસ વચ્ચેની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવતાં ધોનીએ કહ્યું કે, અમારા બોલરોને લય મેળવવામાં સમય લાગ્યો. તથા અમારા મોટાભાગના ખેલાડીઓ નિવૃત્ત થઇ ચૂકયા છે તેથી સારી વાત એ છે કે અમારા કોઈ પણ ખેલાડી ઈજાગ્રસ્ત નથી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.