આગ્રા (Agra) માં બુધવારે ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ મુસાફરોથી ભરેલી એક બસને હાઇજેક કરી દીધી. બસ હાઇજેકની જાણ થતાં જ પોલીસ બેડામાં દોડાદોડી થઈ ગઈ છે. મળતી જાણકારી મુજબ, ગુરુગ્રામથી મધ્ય પ્રદેશ જઈ રહેલી એક પ્રાઇવેટ બસને હાઇજેક કરી લેવામાં આવી. ડ્રાઇવર અને કંડક્ટરને ઉતારીને બસને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી.

ઘટના બુધવાર વહેલી પરોઢની છે. Agra ના મલપુરા પોલીસ સ્ટેશનની હદમાં પ્રાઇવેટ બસને હાઇજેક કરી લેવામાં આવી. મળતી માહિતી મુજબ બસમાં 34 મુસાફરો સવાર છે. ડ્રાઇવર અને કંડક્ટરની સૂચના બાદ પોલીસ દોડતી થઇ ગઈ છે. ઘટનાસ્થળે તમામ ઉચ્ચ અધિકારી ઉપસ્થિત છે. જોકે, કસની કોઈ સૂચના નથી મળી રહી. મુસાફરોથી ભરેલી બસને હાઇજેક કરવાના મામલામાં પ્રાઇવેટ બસના ડ્રાઇવર અને પોલીસ શ્રીરામ ફાઇનાન્સનું નામ લઈ રહ્યા છે. આ બંનેનું કહેવું છે કે આ ફાઇનાન્સ કંપનીના લોકો ઝાયલો એસયૂવીમાં આવ્યા અને બસને લઈ ગયા.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024