Ahmadabad
અમદાવાદ (Ahmadabad) શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં પતિ, પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે. પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ થઈ જતાં તે ઘરમાંથી લાખોના દાગીના લઇને ભાગી જતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
અમદાવાદ (Ahmadabad) ના સોલા વિસ્તારમાં રહેતા એક પતિએ પોતાની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપેલી છે કે, ત્રણેક મહિના પહેલા તેની પત્નીનો ફોન અવાર નવાર વ્યસ્ત આવતા આ અંગે તેમણે પત્ની સાથે વાત કરી હતી. જો કે, તેમના પત્ની એ યોગ્ય જવાબ નહી આપીને તેમની સાથે ઝઘડો કર્યો હતો. તથા આ મકાન તેનું છે તેમ કહીને તેના પતિને બાળકો સાથે અહીંથી જતા રહેવા માટે કહ્યું હતું.
આ કારણે ફરિયાદી પતિ બાળકો સાથે તેમના માતા પિતાના ઘરે રહેવા માટે ગયા હતા. જ્યારે ફરિયાદીના પત્ની પણ મકાન બંધ કરીને તેના માતા પિતાના ઘરે રહેવા માટે ગયા હતા. તો 24મી ઓગસ્ટના દિવસે ફરિયાદીને સામાજિક પ્રસંગમાં પહેરવા માટે દાગીનાની જરૂર હોવાથી તેઓ બીજી ચાવીથી તેમનું મકાન ખોલીને દાગીના લેવા માટે ગયા હતા.
તો ત્યાંથી રૂપિયા 8 લાખની કિંમતમાં સોનાના દાગીના, રૂપિયા 2 લાખ રોકડ અને ફરિયાદી તથા તેમના બાળકોના પાસપોર્ટ, લિવિંગ સર્ટિફિકેટ અને લોકરની ચાવી પણ ગાયબ હતી. તેથી ફરિયાદી પતિ એ બેંકના લોકર બાબતે ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે, 29મી જૂનના દિવસે તેની પત્નીએ આ લોકર ઓપરેટ કર્યું હતું. જેથી તેમાં રહેલા દાગીના પણ તેમની પત્નીએ લીધા હોવાની આશંકા પતિને છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.