અમદાવાદ શહેરમાં વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડમાં 24 લોકોના મોત નિપજ્યા હતા અને 35 જણાને અસર થઇ હતી.

વર્ષ 2009માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડે સમગ્ર અમદાવાદમાં હાહાકાર મચાવી દીધો હતો. કાગડાપીઠ વિસ્તારમાં વર્ષ 2009માં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 24 લોકોના મોત નિપજ્યા હતા અને 35 જણાને અસર થઇ હતી. જેમાં પોલીસે 24 આરોપીઓ સામે મુકેલા કેસની દલીલો પુરી થતાં ખાસ જજ ડી.પી. મહિડાએ ચૂકાદો આપ્યો હતો. સેસન્સ કોર્ટના જજે 22માંથી 10 આરોપીને દોષીત જાહેર કર્યાહતા. તમને જણાવી દઈએ કે આ કેસમાં 10 આરોપીઓ છેલ્લા દસ વર્ષથી જેલમાં છે.

મળતી માહિતી પ્રમાણે કાગડાપીઠ લઠ્ઠાકાંડમાં મુખ્ય સૂત્રધાર વિનોદ ઉર્ફે ડગરી, અરવિંદ સહિત અન્ય સાત મહિલા આરોપીઓ દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં 22 આરોપીઓને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયા હતા. 9 વર્ષ બાદ સ્પેશિયલ કોર્ટ ચૂકાદો જાહેર કર્યો હતો. આ કેસમાં 321 જેટલા સાક્ષીઓને ચકાસ્યા હતા.

  • 7થી 9 જૂન 2009 દરમિયાન અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં લઠ્ઠાકાંડ થયો હતો.
  • 150 જેટલા લોકોના મોત થયા હતા. જ્યારે 250 જેટલા લોકોને ગંભીર અસર થઇ હતી.
  • તે સમયે કેટલાક લોકોએ આંખો પણ ગુમાવવાનો વારો આવ્યો હતો.
  • આ કેસમાં તપાસ ચલાવતી ક્રાઇમ બ્રાન્ચે એક પોલીસકર્મી સહિત 39થી વધુ લોકોની ધરપકડ કરી હતી.
  • આ કેસના 22 માંથી કેટલાક આરોપીઓ હાલ જામીન પર છે.
  • જોકે આજે 22 આરોપીઓને સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરાયા હતા.
  • આરોપીઓ સામે ગંભીર આરોપ હોવાથી તેમને જેલમાંથી કાઢવા પર પ્રતિબંધ લગાવતી કલમ 268 સરકારે લગાવી હતી.
  • કાગડાપીઠમાં સર્જાયેલ લઠ્ઠાકાંડનો કેસમાં ફરિયાદ અને બચાવ પક્ષની દલીલો પૂર્ણ કરવામાં આવી હતી.