- કોરોનાગ્રસ્તને ફ્રીમાં સારવાર માટે હાઈકોર્ટમાં અપીલ કરાઈ !
- અમદાવાદ: કોરોનાગ્રસ્ત દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર આપવામાં આવે તે માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે.
- હાઈકોર્ટે કરેલી આ અરજીમાં સરકારે લીધેલા પગલા વિશે રિપોર્ટ રજૂ કરાયો હતો. મંદિર-મસ્જિદ અને ગુરુદ્વારામાં પણ ભક્તોની ભીડ પર રોક લગાવવા કોર્ટ પાસે દાદ માગી હતી.
- હાઈકોર્ટના એડવોકેટ કે.આર. કોષ્ઠીએ કરેલી જાહેરહિતની અરજીમાં દલીલ કરી હતી કે, નાગરિકોના સ્વાસ્થ્ય માટે મફત સારવાર આપવાની સરકારની બંધારણીય ફરજ છે.
- આરોપી સેરીબલ પલ્સીની બીમારીથી પીડિત.
- રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટીની બોગસ ડિગ્રી સર્ટિફિકેટ મેળવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી મેળવનાર આરોપીએ પોતે સેરીબલ પલ્સીની બીમારીથી પીડિત હોઇ કોરોના વાઈરસના ડરને કારણે જામીન પર મુક્ત કરવા મેટ્રો કોર્ટમાં અરજી કરી છે. તપાસ અધિકારીને નોટિસ કાઢી મંગળવારે સુનાવણી હાથ ધરવાનો નિર્દેશ કર્યો છે.
- મ્યુનિ.એ અમદાવાદ શહેરમાં પાર્ટી પ્લોટ, ક્લબ, હોલ વગેરે બંધ કરાવી દીધા છે. અહીં ભીડ ભેગી થતી હોવાને કારણે કોરોનાનો ભય વધુ હોવાને કારણે આ તમામ સ્થળો બંધ કરવા સરકારના આદેશ મુજબ કાર્યવાહી કરી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News