ahmedabad bhagwan jagannath 146 mi rath yatra

ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથના મોસાળવાસીઓએ તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે તે પહેલા મામેરું કોણ ભરશે તે નક્કી કરાતું હોય છે. લકી ડ્રો દ્વારા મામેરુ કરનાર યજમાનનું નામ પસંદ કરાતું હોય છે. ત્યારે આ વખતે ઘનશ્યામ પટેલનો પરિવાર નસીબદાર નીકળ્યો, તેઓ ભગવાન જગન્નાથના મામેરાના યજમાન બન્યા છે. શાયોના ગ્રુપના યજમાનનું નામ ડ્રોમાં ખૂલ્યું છે. ઘનશ્યામ પટેલનો પરિવાર યજમાની માટે 10 વર્ષથી મામેરાની રાહ જોઈ રહ્યો હતો, આખરે તેમને ભગવાનનું મામેરું કરવાનો અવસર મળશે. 

અમદાવાદ ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રથયાત્રાને લઈ મોસાળવાસીઓએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે, આ વર્ષે યોજાનાર 146મી રથયાત્રાના યજમાન ઘનશ્યામ પટેલ બન્યા છે. શાયોના ગ્રુપના યજમાનનું ડ્રો માં નામ ખુલ્યું હતું. તેઓ 10 વર્ષથી યજમાન મામેરાની રાહ જોતા હતા. 

સરસપુર રણછોડરાય મંદિરના ટ્રસ્ટી સુધીર બ્રહ્મભટ્ટ અને ઉમંગભાઈએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં ભગવાનના મામેરા માટે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં મામેરાના યજમાન માટે અરજીઓ મંગાવવામાં આવતા 9 જેટલા લોકો દ્વારા મામેરું કરવા માટે નામ નોંધાવ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024