પાટણ : સમી હાઇવે પર ટેલર અને પીકઅપ જીપ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત : યુવાનનું મોત

Accident on Sami Highway one Dead : પાટણ જિલ્લાના રાધનપુર સમી વારાહીના હાઇવે માર્ગ પર અકસ્માતોની ઘટના વારંવાર બનતી રહે છે અને કેટલાય નિર્દોસ લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે આવો જ વધુ એક માર્ગ અકસ્માતનો બનાવ સમી હાઇવે માર્ગ પર ટેલર અને પીક અપ જીપ વચ્ચે સર્જાતા રાધનપુરના ઓધવ નગરના આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યુ હતું.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાધનપુર ના ઓધવ નગરમાં રહેતા દશરથજી ઠાકોર પોતાની ખેત પેદાશોનું વેચાણ કરવા માટે પીકઅપ જીપમાં માલ ભરીને ઊંઝા માર્કેટયાર્ડમાં (Unjha Market Yard) ગયા હતા જ્યાં તેઓએ પોતાના ખેતપેદાશ માલનું વેચાણ કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે સમી હાઈવે માર્ગ પર થી આવી રહેલા ટેલર સાથે પીકઅપ જીપ ડાલુ અથડાતા જીપ નો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો અને જીપમાં બેઠેલા દશરથજી ઠાકોરનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવવાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પીએમ અર્થે સમી આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી આગળની તજવીજ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અગાઉ પણ પાટણના રાધનપુર હાઈવે પર દર્દનાક અકસ્માત સર્જાયો હતો

આ અગાઉ પણ પાટણ-રાધનપુર વરાહી હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોટી પિપળી ગામનાં પાટિયા નજીક જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ 6ના મોત નિપજ્યાં હતા અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં એકાએક જીપનું ટાયર ફાટતા જીપ ટ્રકમાં ઘુસી જતા જીપના ફુરચેફુરચા ઉડી ગયા હતા.

Jay Prajapati

Related Posts

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

લિલિયામાં પોણો ઈંચ, લાઠીમાં પોણો ઈંચ વરસાદ વાંકાનેરમાં પોણો ઈંચ, જલાલપોરમાં પોણો ઈંચ ડેડિયાપાડામાં પોણો ઈંચ, ઉચ્છલમાં પોણો ઈંચ નવસારીમાં અડધો ઈંચ, અમરેલીમાં અડધો ઈંચ વરસાદ કપરાડા, ખંભાળિયા, માંગરોળમાં વરસાદ…

સુરાગપુર ગામે બોરવેલમાં પડેલી બાળકી જીંદગીનો જંગ હારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

#Amadavad/ સાબરમતી પર આવેલા અટલ બ્રિજનાં વધુ 2 ગ્લાસ તૂટ્યા

#Amadavad/ સાબરમતી પર આવેલા અટલ બ્રિજનાં વધુ 2 ગ્લાસ તૂટ્યા

મસ્ક બાદ રાહુલ ગાંધીએ EVM પર પોસ્ટ કરતા ચર્ચા ફરી છંછેડાઈ

મસ્ક બાદ રાહુલ ગાંધીએ  EVM પર પોસ્ટ કરતા ચર્ચા ફરી છંછેડાઈ

આવા પોલીસ કર્મીઓએ ગુજરાત પોલીસની ઈજ્જતના ધજાગરા ઉડાડયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

બાબા બાગેશ્વરની શરણમાં સંજય દત્ત

બાબા બાગેશ્વરની શરણમાં સંજય દત્ત

અમેરિકામાં એક વૉટરપાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરનું મોત

અમેરિકામાં એક વૉટરપાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરનું મોત
Panchang || 16. 06,.24 || Rashifal 16-06-2024 Today’s Horoscope 15 June 2024 Today’s Almanac 15 June 2024 Rashifal 14-06-2024