પતંજલિ તેલના પાઉચના બોક્સની આડમાં લઈ જવાતો રૂ.12 લાખ 96 હજારનો 360 પેટી ઈંગ્લિશ દારૂ ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉજાલા સર્કલ પાસે આવેલી RNC ટ્રેડલિંક નામની દુકાન પાસેથી સંજીવ કુમાર ઉર્ફે સંજુ સુરતા રામ(અંબાલા, હરિયાણા), અજમેર શહેરાવત ઉર્ફે સોનુ રણદીપ શહેરાવત(હરિયાણા), મોનુ ભગવાનસિંહ(હરિયાણા), પ્રવીણ કુમાર ફતેસિંહ(હરિયાણા)ને ઝડપી લીધા છે.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ.12 લાખ 96 હજારની કિંમતની વ્હીસ્કીની 4,320 બોટલ તથા રૂ.5 લાખની કિંમતનો ટ્રક અને પતંજલિ તેલ અને પાણીના પાઉચ ભરેલા ખાખી રંગના પુઠ્ઠાના 200 બોક્સ, 4 મોબાઈલ મળી કુલ રૂ.17 લાખ 98 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આરોપીઓની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે,આ દારૂનો જથ્થાની ડિલવરી અમદાવાદ શહેરમાં આપવાની હતી. હાલ પોલીસ દારૂનો જથ્થો મોકલનાર અને દારૂ મંગાવનારા શખ્સો અંગે તપાસ ચલાવી રહી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.