Ahmedabad Crime Branch

Ahmedabad Crime Branch

ગાંધીનગરનાં કલોલ વિસ્તારમાં એક માસ અગાઉ પાડોશી સાથેના ઝઘડામાં હત્યા કરી ફરાર થઇ ગયેલા શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ઝડપી પાડયો છે.

ઘટનાની બાબતમાં બે પાડોશીઓ વચ્ચે અવારનવાર નાની બાબતોમાં ઝઘડો થતો હતો. ઝઘડાથી કંટાળીને આસિફ શેખનો ભાઈ નૂર મોહમ્મદ શેખ મોહમ્મદ આરીફની સાથે મળીને પાડોશી યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી.

ત્યારબાદ 11મી નવેમ્બરના દિવસે પોલીસને કલોલના સહિત બ્રિજ નજીકથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરીને આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

આ પણ જુઓ : અમદાવાદમાં આઇસર, ટ્રક અને બસ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો

બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે છરીના ઘા મારનાર યુવકની ઈસનપુર ચાર રસ્તા નજીકથી ધરપકડ કરી છે. આરોપીઓએ ભેગા મળીને મૃતક આમિર શેખને રિક્ષામાં બેસાડી બનાવવાળી જગ્યા એ લઈ ગયા હતા. માર મારી ગળું કાપી તેની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024