અમદાવાદમાં આઇસર, ટ્રક અને બસ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો

પોસ્ટ કેવી લાગી?

Triple accident

અમદાવાદમાં બુધવારની વહેલી સવારે રીંગરોડ પર લકઝરી બસ, ટ્રક અને આઇસર વચ્ચે ત્રિપલ અકસ્માત (Triple accident) સર્જાયો છે. ટ્રક ચાલકે કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. અકસ્માતમાં 7 જેટલા લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

જાહેરાત

આજે વહેલી સવારે 6.20 વાગ્યાની આસપાસ સરખેજ નારોલ હાઈવે પર બેકાબૂ બનેલી ટ્રકે કાબૂ ગુમાવતા તે ડિવાઈડર ક્રોસ કરીને સામેની સાઈડ આવી ગઈ હતી અને લક્ઝરી તથા આઈસર ટેમ્પોને અડફેટે લીધું હતું. ટ્રકને ટોઈંગ કરીને ખસેડવામાં આવી હતી.

Triple accident

આ પણ જુઓ : Flipkart Big Saving Days સેલમાં મળશે આ બમ્પર ડિસ્કાઉન્ટ

લક્ઝરીના ડ્રાઈવર અનિલ કુમારે જણાવ્યું કે, સવારે 6.20 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો. અમારી લક્ઝરી બસ નારોલથી આવી રહી હતી અને ટ્રક નારોલ તરફ જઈ રહી હતી. ત્યારે ટ્રક ડિવાઈડર ક્રોસ કરીને સામે આવી જતા અમારી લક્ઝરી બસને હડફેટે લીધી હતી. બસમાં 20 જેટલા મુસાફરો સવાર હતા. જેમાંથી 7 લોકો ઘાયલ થયા છે.  

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures Powerful Earthquake Hits Taiwan