Ahmedabad Crime branch
અમદાવાદમાં 2 દિવસ પહેલા એક બાદ એક ફાયરિંગ કરીને કરિયાણા અને જવેલર્સ માલિકને લૂંટીને ફરાર થઈ જવાની ઘટના બની હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime branch) અમદાવાદના પૂર્વ વિસ્તારના કૃષ્ણનગર અને નિકોલમાં લૂંટ કરીને ફરાર થયેલા 5 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી લૂંટાયેલો મુદ્દામાલ પણ કબજે કરી લીધો છે.
બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સીસીટીવી ફૂટેજના આધારે યુપીના 5 શખ્સોને પકડી લીધા છે. ઝડપાયેલા આરોપીઓ કેટરિંગનો ધંધો અને કેટલાક રિક્ષા ચલાવે છે. આરોપીઓ જુગાર રમવાની ટેવ વાળા છે જેથી ધંધામાં નુકસાન થતા લૂંટનો પ્લાન બનાવ્યો હતો. તેમાં કેટલાક યુપીથી અને મુંબઈથી અમદાવાદ આવ્યાં હતા.
આ પણ જુઓ : ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખુલશે: શિક્ષણમંત્રી
લૂંટ બાદ 3 આરોપી યુપી અને 2 મુંબઈ ભાગી ગયા હતા. ક્રાઇમબ્રાંચે આરોપીઓ પાસેથી રોકડા 2.90 લાખ અને સોનાના દાગીના કબજે કર્યાં છે. જો સુધીર ફૌજી મુખ્ય આરોપી છે તે હાલામાં ફરાર થઈ ગયો છે. પોલીસે ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.