Cyber Crime Brancha Ahmedabad : નકલી સાયબર એક્સપર્ટ દ્વારા કરોડો રૂપિયાની ખંડણી કેસમાં સાયબર ક્રાઇમે એક પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. આ પોલીસ જવાન મોબાઈલનો CDR ડેટા નકલી સાયબર એક્સપર્ટને આપીને પૈસા કમાતો હતો. અનેક લોકોના મહત્વના ડેટા નકલી સાયબર એક્સપર્ટને આપ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, પકડાયેલા આરોપી પોલીસ કોન્સ્ટેબલનું નામ વિનય કથીરીયા (Vinay Kathiriya) હોવાનું જાણવા મળ્યું છે. જેની નકલી સાયબર એક્સપર્ટની સાથે મળીને 4.50 કરોડની ખંડણીમાં સંડોવણી સામે આવતા સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.

સાયબર ક્રાઈમ પોલીસે એક પોલીસ કર્મીની ધરપકડ કરી છે. જેણે સાયબર એક્સપર્ટ માટે શહેરના મોટા ગજાના લોકોની કોલ ડિટેઈલ કઢાવી લીધી હતી. જે કામ ડીસીપીને કરવાનું હોય તે કામ કોન્સ્ટેબલ કરતો હતો. આખો રેકેટનો પર્દાફાશ થયા પછી હવે અનેક લોકોની થયેલી જાસૂસી અંગે પણ વિગતો સામે આવશે.

અમદાવાદ શહેરમાં કે આખા ગુજરાતમાં ક્યાંય પણ કોઈ વ્યક્તિની કોલ ડિટેઈલ કઢાવવી હોય તો પહેલા ડીસીપી કક્ષાના અધિકારીની મંજૂરી મેળવવી પડે છે, પરંતુ વિનય કથીરિયાને એવી ફાવટ આવી ગઈ હતી કે, તે અધિકારીના નામનો કે સહીનો ઉપયોગ કર્યા વગર કોલ ડિટેઈલ કઢાવી લેતો હતો.

સાયબરની આડમાં અમીત સિંઘ ક્લાઈન્ટના મોબાઈલના સીડીઆર વિનય પાસે મંગાવતો હતો. ડીસીપી કચેરીમાં કામ કરતા આરોપીએ પોસ્ટનો ફાયદો ઉઠાવીને સીડીઆર કઢાવીને અમિતને વેચી દેતો હતો અને અમીત સિંઘ લોકોને બ્લેકમેઈલ કરીને ખંડણી ઉઘરાવતો હતો. સાયબર ક્રાઈમે આરોપી વિનય કથીરીયાના ઘરમાં સર્ચ કરી કોમ્પ્યુટર, મોબાઇલ જપ્ત કર્યો છે. પકડાયેલા પોલીસ કર્મી વિનય કથિરીયા છેલ્લા 2 વર્ષથી નકલી સાયબર એક્સપર્ટ અમિત સીડીઆર કાઢીને આપતો હતો. તેના બદલામાં 25થી 50 હજાર સુધી રકમ લેતો હતો. આ સાથે જ નકલી સાયબર એક્સપર્ટ સાથે અનેક કેસમાં સાથે હોવાનું સામે આવ્યું છે. ત્યારે ખંડણી કેસમાં પકડાયેલા પોલીસ કર્મચારીના કોર્ટના રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી હતી. આ પોલીસ જવાને કેટલા લોકોના સીડીઆર ડેટા અમીત સિંઘને આપ્યા અને કેટલા લોકો પાસેથી ખંડણી ઉઘરાવી તે મુદ્દે વધુ પુછપરછ શરૂ કરી હતી.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024