Ahmedabad News : અમદાવાદના એસ.જી. હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મોડી રાત્રિના આઈસર ટ્રકનું ટાયર ફાટતા તેના ચાલકે સમય સુચકતા વાપરી ટ્રકને રોડની એક તરફ લઈ જઈ રહ્યો હતો. તે સમયે પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સ બસ એકાએક ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.

આ ઘટનામાં બસના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલા પકવાન બ્રિજ પર આઈસર ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં આઈસર ટ્રકનું ટાયર ફાટતા રોડની એક તરફ લઈ જતી વખતે ટ્રાવેલ્સ બસ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને કારણે ડિવાઈડર પર આવેલા લાઈટનો થાંભલો ધરાશાયી થયો છે.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024