Ahmedabad : અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પિતા અને દીકરીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક સગા બાપે તેની સગી દીકરી પર બળાત્કાર ગુજારી બાપ દીકરીના સંબંધને લાંછન લગાડ્યું છે. પિતાએ હદ તો ત્યારે વટાવી નાખી જ્યારે દીકરીના લગ્ન બાદ પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો રહ્યો હતો. અંતે પીડિત દીકરીએ પિતાના ત્રાસથી કંટાળીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી છે.
નરાધમ પિતા પોતાની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજારતો રહ્યો હતો.સગા બાપે તેની 20 વર્ષની દીકરી સાથે શારીરિક સંબંધ બાંઘ્યો અને ચાર વર્ષથી તેની સાથે બળાત્કાર ગુજારતો રહ્યો. જ્યારે પીડિત દીકરી તેના પિતાને ના કહેતી ત્યારે ઘરમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપતો. માત્ર આટલું જ નહીં, જ્યારે પીડિત દીકરી સંબંધ બાંધવાની ના પાડતી ત્યારે તેની નાની બહેનો સાથે પણ આ જ પ્રકારે બળાત્કાર ગુજારવાની ધમકી આપતો. બસ આ જ વાતનો ફાયદો લઈ તેનો પિતા અવારનવાર બળાત્કાર ગુજારતો રહ્યો. પિતા અને દીકરી ના સંબંધોને શર્માસાર કરનાર આ ઘટનામાં વેજલપુર પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી.
એકતરફ પિતાની ધમકીથી પુત્રી ડરી ગઇ હતી ત્યાં પિતાએ બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં અવારનવાર પિતાએ આ પુત્રીને તેની નાની બહેનો સાથે શારિરીક સંબંધ બાંધવાની ધમકીઓ આપી અનેક વાર બળાત્કાર ગુજાર્યો હતો. નાની બહેનોની ચિંતા કરી યુવતી પિતાનો આ અત્યાચાર સહન કરતી હતી. ત્યારબાદ પુત્રી પુખ્ત વયની થતાં પિતાએ તેના લગ્ન કરાવી દીધા હતા.
લગ્ન થયા બાદ આ નરાધમ પિતા પુત્રીના સાસરે ગયો અને ત્યાં અગાઉની માફક જ ધમકીઓ આપી શારિરીક સંબંધ બાંધવા જબરદસ્તી કરતો હતો. જો કે યુવતીએ તેના નરાધમ પિતાને મનાઇ કરતા પિતાએ ગાળો બોલી પુત્રીને ગુપ્ત ભાગે લાતો મારી હતી. બાદમાં પિતા અવારનવાર પુત્રીને પિયર રહેવા માટે જમાઇને કહેતા હતા પણ પુત્રી ડરના કારણે પિયર જવા મનાઇ કરતી હતી. તેવામાં પવિત્ર રમઝાન માસમાં દોઢ મહિનો આ યુવતી પિયરમાં રોકાઇ હતી. ત્યારે આ નરાધમ પિતા તેની પુત્રીને શાહીબાગ ખાતે એક માનસિક રોગના ડોક્ટર પાસે કાઉન્સેલિંગ માટે લઇ ગયો હતો. બાદમાં યુવતી સાસરે રહેવા જતા ફરી તે ડિપ્રેશનમાં આવી જતા તેણે તેની નણંદ સહિતના લોકોને આ ઘટનાની જાણ કરતા આખરે નરાધમ પિતાથી કંટાળી ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે પિતાની ધરપકડ કરી છે.