Ahmedabad Hatkeshwar Bridge Demolition: 2017 માં 40 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ AMC ના ભ્રષ્ટ અધિકારીઓના પાપે તોડવો પડે તેવી સ્થિતિમાં છે. બ્રિજમાં વપરાયેલા માલની ગુણવત્તા એ હદે ખરાબ છે કે તેનું સમારકામ થઇ શકે તેમ નથી. કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતની પોલ ઉઘાડી પડી છે. જેની સાબિતી પુરી રહ્યા છે AMC અને સરકાર માન્ય લેબોરેટરીના રિપોર્ટ.
તપાસ બાદ આખરે આ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજ બનાવવામાં ગેરરિતી આચરનારા મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવશે. જવાબદારો સામે પગલા ભરવા અંગે એએમસી દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. બ્રિજની ગુણવત્તા અને તેને બંધ કરવાના મુદ્દે તપાસ કરવામાં આવી હતી જેમાં તેની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિક દ્વારા તથા બ્રિજની નજીકમાં જેમના ધંધા-રોજગાર છે તેમણે પણ ખખડધજ બ્રિજના કારણે જીવનું જોખમ ઉભું થવાની ચિંતા વ્યક્ત કરી હતી.
બ્રિજ ખખડી ગયા મુદ્દે સવાલો ઉઠ્યા બાદ આ મામલે સરકારી તથા ખાનગી એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી હતી. રૂડકી આઈઆઈટી દ્વારા પણ બ્રિજની ગુણવત્તા અંગે તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ રૂડકી આઈઆઈટી દ્વારા બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવા માટે ભલામણ કરવામાં આવી હતી.
હવે આ બ્રિજનું સમારકામ કરવું લગભગ અશક્ય હોવાનું જણાતા તેને ઉતારી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બ્રિજનું નિર્માણ અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. 4 લેનનો બ્રિજ 500 મીટર લાંબો બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજની ડિઝાઈન માટે ડેલ્ફ કંપનીને પ્રોજેક્ટ કોસ્ટના દોઢ ટકા એટલે કે 60 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
આ બ્રિજ તૈયાર થઈ ગયા બાદ તેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકતા પહેલા પીએમસી એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટન્સી તરીકે એસજીએસ પ્રાઈવેટ કંપનીને રૂપિયા 60 લાખની ચૂકવણી કરવામાં આવી હતી. જેનું કામ બ્રિજની બનાવટ અને તેની ગુણવત્તા ચકાસવાનું હતું. મહત્વનું છે કે બ્રિજ ખાનગી એજન્સીઓ ઉપરાંત એએમસીના ઈજનેરી અધિકારીઓની પણ જવાબદારી સુપરવિઝનની હોય છે. આમ છતાં કરોડોના ખર્ચે બનેલો બ્રિજ માત્ર 5 વર્ષમાં ખખડી ગયો તેના માટે જવાબદાર કોણ?
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans