ગુજરાતમાં જંત્રી દર અંગે મહત્વની જાહેરાત – જાણો ઓફિસ, મકાન, ખેતીના જંત્રીના ભાવ કેટલો વધારો કરાયો?

પોસ્ટ કેવી લાગી?

New Jantri Rate In Gujarat – ગુજરાત સરકારે નવા જંત્રી દરને લઈ મોટી જાહેરાત કરી છે. નવી જંત્રી મુજબ ખેતીથી-ખેતી 25 ટકાના બદલે 20 ટકા પ્રિમિયમ લેવાનું તેમજ ખેતીથી-બિનખેતી 40 ટકાને બદલે 30 ટકા પ્રિમિયમ લેવાનું નક્કી કરાયું છે. તો રહેણાકમાં જંત્રી દર 1.8 ગણો, ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણો, ઓફિસ જંત્રી બે ગણાને બદલે 1.5 ગણો નક્કી કરાયો છે તથા ખેતી તથા જમીન, બાંધકામના સંયુકત દરમાં ૧.૮ ગણા કરવાનું, ઓફીસના ૧.૫ ગણા (દોઢા) કરવાનું નક્કી કરાયું છે. 

રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 32-કના અસરકારક અમલ માટેની રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) 2011ના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય 15 એપ્રિલ-2023થી અમલમાં મુકવાનું ઠરાવેલ હતું. હવે રાજ્ય સરકાર દ્વારા 15/04/2023થી જંત્રીના ભાવો નીચે મુજબ અમલમાં મૂકવામાં આવશે. રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-2011માં તા. 04 ફેબ્રુઆરી-2023થી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવ્યા હતા, જેનો અમલ તા.15 એપ્રિલ-2023થી કરવાનુ અગાઉ તા. 11 ફેબ્રુઆરી-2023ના ઠરાવથી જણાવ્યું છે. રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-2011માં તા. 04/02/2023થી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવેલ તથા તેનો અમલ તા.15/04/2023થી કરવાનુ અગાઉ 11/02/2023ના ઠરાવથી ઠરાવેલ.

New Jantri Rate In Gujarat | જંત્રીના નવા ભાવો

 1. રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-૨૦૧૧માં તા. ૦૪/૨/૨૦૨૩થી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવેલ તથા તેનો અમલ તા.૧૫/૦૪/૨૦૨૩થી કરવાનુ અગાઉ તા. ૧૧/૨/૨૦૨૩ના ઠરાવથી ઠરાવેલ. 1
 2. આ દરોમાં ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત રાખવાનું જયારે Composite rate (જમીન + બાંધકામના સંયુકત દર) માં રહેણાંકના દર બે ગણાના બદલે ૧.૮ ગણા કરવાનું, ઓફીસના ભાવ બે ગણાના બદલે ૧.૫ ગણા (દોઢા) કરવાનું, તથા દુકાનના ભાવ બે ગણા યથાવત રાખવાનુ તેમજ જંત્રી બાબતે ઇસ્યુ થયેલ તા. ૧૮/૪/૨૦૧૧ની ગાઈડ લાઇન મુજબ જુદા જુદા પ્રકારના બાંધકામ માટે નકકી થયેલ દરો તા. ૪/૨/૨૩થી બે ગણા કરેલ તેના બદલે હવે તા. ૧૫/૪/૨૦૨૩થી આ દર ૧.૫ ગણા (દોઢા) કરવાનું આથી ઠરાવવામાં આવે છે.
 3. પ્રિમિયમના દરમાં ઘટાડો કરવા બાબત
  ➢ ખેતીથી – ખેતી ૨૫% ના બદલે ૨૦% પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે.
  ➢ ખેતીથી – બિનખેતી ૪૦% ને બદલે ૩૦% પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે.

પેઈડ એફ.એસ.આઈ. માટે નીચેના નિર્ણયો લેવામાં આવ્યા

 1. પ્લાન પાસીંગની પ્રક્રીયામાં સ્ક્રુટીની ફી ભરેલ હોય તેવા કીસ્સામાં જુની જંત્રી મુજબ પેઈડ એફ.એસ.આઇ. વસુલવામાં આવશે.
 2. જે કીસ્સાઓમાં પ્લાન પાસ થયેલ હોય અને એફ.એસ.આઈ. ના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કીસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ એફ.એસ.આઈ.માં લાગુ પાડવામાં નહીં આવે.
 3. જે કિસ્સાઓમાં ટી.ડી.આર.નો ઉપયોગ કરવામાં આવે તેવા પ્રકરણોમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલ દરથી રકમ વસુલવામાં આવશે.
 4. પેઈડ એફ.એસ.આઈ. માટે નીચેના કોષ્ટકમાં જણાવેલ ઝોનમાં નવી જંત્રી અનુસાર વસુલવા પાત્ર રકમ જંત્રીના ટકાવારી અનુસાર દર્શાવ્યા પ્રમાણે વસુલવામાં આવશે.

jantri-rate-in-igujarat

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

 • Health Insurance
 • Motor Insurance
 • Travel Insurance
 • Property Insurance
 • Commercial Insurance
 • Asset Insurance
 • Pet Insurance
 • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

 • Term Insurance
 • Whole Life Insurance
 • Endowment Policy
 • Money Back Policy
 • Pension Plan
 • Unit Linked Insurance Plans
 • Child Plans

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures