- સમગ્ર ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
- તો આજે અમદાવાદના વાતાવરણાં બપોરે એકાએક પલટો આવ્યો હતો.
- અપને જાણીએ છીએ કે અમદાવાદમાં ગરમીનો પારો ઊંચો જ રહેતો હોય છે.
- અમદાવાદીઓ અસહ્ય ગરમી અને બફારાની ફરિયાદ કરતા હતા.
- ત્યારે આજબપોરે 3 વાગ્યા બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો.
- પહેલાં કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાઈ ગયા હતા. અને બાદમાં એકાએક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
- તેમજ વરસાદ પડતાંની સાથે જ અમદાવાદીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.
- જો કે વરસાદને કારણે અનેક જગ્યાઓએ ઢીંચણસમા પાણી પણ ભરાઈ ગયા હતા.
- લોકોનાં વાહનો બંધ થઈ ગયા હતા. અને લોકો ધક્કા મારવાનો વારો આવ્યો હતો.
- આ પણ વાંચો: Home Loan : જાણો હોમ-લોનના આ ખાસ નવા નિયમો
- Rain : અમરેલીમાં મેઘરાજાનું આગમન જાણો કઈ નદીઓમાં આવ્યું પૂર?
- અમદાવાદના મણિનગર, વસ્ત્રાપુર, એસજી હાઈવે, બોપલ, મેઘાણીનગર, અસારવા, પાલડી, વાડજ, સાબરમતી, ગોતા, સાબરમતી, રાણીપ, દિલ્હી દરવાજા, સરસપુર, મણિનગર સહિતનાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
- આમ એક રીતે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.
- વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદી ઝાપટું તૂટી પડ્યું હતું.
- અમદાવાદીઓએ આવા વરસાદમાં દાળવડા,ભજીયા કે મકાઈ ખાવા સહિતની તીવ્ર ઇચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.
- પરંતુ નાસ્તાની લારીઓ અને દુકાનો ન ખુલતાં અમદાવાદીઓએ નિઃસાસો નાખ્યો હતો.
- ભારે વાદળોને કારણે અમદાવાદની વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
- વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી પણ ભરાઈ ગયા હતા.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News