અમદાવાદ : ચા-પાણી કરાવવાના બહાને યુવકનું અપહરણ.

પોસ્ટ કેવી લાગી?
  • અમદાવાદના એસજી હાઇવે પર આવેલી રમાડા હોટલ પાસેથી એક યુવકનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે.
  • અપહરણ કરનારે રૂપિયાની લેવડ-દેવડ માટે બોલાવી ચા-પાણી કરવાના બહાને લઈ જઈ અપહરણ કર્યું હતું. ઘટનાને મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
  • વટવામાં રહેતા મિતેશભાઈ ભાવસાર આઇટી મેનેજર તરીકે જોધપુર ચાર રસ્તા પાસે નોકરી કરતા હતા.પરંતુ થોડા સમય પહેલા નોકરી છૂટી જતા મિતેશભાઈ તેમના મિત્ર શેખરભાઈ દ્વારા ઈશ્વરભાઈ નામના વ્યક્તિને મળ્યા હતા.
  • ત્યારબાદ રૂપિયાની જરૂર પડતા મિતેશભાઈએ ઈશ્વરભાઈ પાસેથી 3 લાખ જેવા રૂપિયા ઉછીના લીધા હતા. પરંતુ નોકરી છૂટી ગઈ હોવાથી પૈસા ચૂકવી શક્યા ન હતા. ગઈકાલે શેખરભાઈએ મિતેશભાઈને રમાડા હોટલ મળવા બોલાવ્યા હતા.તેથી તેમને મળવા ગયા હતા.
  • શેખરભાઈ ત્યાંથી કોઈ કામથી નીકળી ગયા પણ ઈશ્વરભાઈએ મિતેશભાઈને ચા-પાણી કરવાના બહાને રોકી લીધા.
  • ત્યારબાદ ઈશ્વરભાઈએ મિતેશભાઈને ગાડીમાં બેસાડી દૂધેશ્વર કોઈ મકાનોમાં લઈ ગયા હતા.
  • ઈશ્વરભાઈએ ત્યાં સીડી પર બેસાડી રૂપિયાની માંગણી કરી હતી. ગમેતેમ કરીને રૂપિયા લાવી આપવાની ધમકી આપી હતી.
  • તેવામાં મિતેશભાઈએ તેમના મિત્ર આર.કે.પટેલને ફોન કરી હકીકત જણાવતા તેમના મિત્રએ પોલીસને જાણ કરી હતી.
  • આ મામલે આનંદ નગર પોલીસે ઈશ્વરભાઈ સામે આઇપીસી 364 A, 365 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures