- અમદાવાદ રિવરફ્રન્ટ પર ભાગદોડ : 10 યુવકો એકલી બેઠેલી યુવતી પાસે ગયા અને ઉભી થઈ ગેરસમજ!
- અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર અનેક યુવક-યુવતીઓ ખાસ કરીને પ્રેમી યુગલો હરવા ફરવા માટે આવતા હોય છે. ત્યારે મંગળવારની સાંજે રિવરફ્રન્ટ પર કંઈક એવું બન્યું જેના લીધે રિવરફ્રન્ટ પર દોડધામ મચી ગઇ હતી. એટલું જ નહીં બનાવ બાદ પોલીસ પણ દોડતી થઈ હતી.
- આ પણ વાંચો
- Bhumi Pednekar delivers the ball across the boundary – watch video
- Rakhi Sawant flies China to kill ‘Coronavirus’
- Delhi Elections 2020: Battle for Capital begins; Voting Underway
- Delhi: Scuffle breaks out between AAP and Congress workers
- 80 Indian students still in coronavirus-hit Wuhan: Jaishankar
- Ruckus in Parliament today designed to prevent me from questioning govt: Rahul Gandhi
- Bigg Boss 13: Abhimanyu Dassani to meet Salman Khan
- રિવરફ્રન્ટ પર ઉદાસ બેઠેલી યુવતી આપઘાત કરશે એવું વિચારતા 10 યુવકો તેને બચાવવા ગયા હતા. પરંતુ યુવકો નજીક નજીક આવતા જ આ લોકો ગેંગરેપ કરશે તેવું માનીને યુવતી ડરી ગઈ હતી. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ પણ આ બાબતને લઈને ચોંકી ગઈ હતી.
- મંગળવારની સાંજે એક યુવતી તેના એક મિત્રની રાહ જોઇને બેઠી હતી. યુવક મિત્ર ન આવતા આ યુવતી રડવા જેવી થઈ ગઈ હતી. અને તેની પાસે જ 10 જેટલા યુવા મિત્રોનું એક જૂથ બેઠું હતું. યુવતી નદીની પારે જે રીતે બેઠી હતી અને તેના મોઢા પરના હાવભાવ જોઈને જાણે એ આપઘાત કરશે તેવું આ યુવકોએ વિચાર્યું હતું.અચાનક જ આ યુવકો તેની પાસે એક સાથે આવ્યા હતા. ત્યાં આ યુવતીને પણ ગેરસમજ થઈ અને આ શખ્સો તેની સાથે કંઈક બળાત્કાર જેવું કરવાના ઇરાદે આવ્યા હશે તેવું માની લીધું હતું. આ દરમિયાન જ રિવરફ્રન્ટ પર દોડધામ મચી હતી.
- આ સમયે કોઈએ પોલીસને જાણ કરી હોય કે પછી પેટ્રોલિંગમાં રહેલી પોલીસને ખબર પડી હોય તેમ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જે બાદમાં યુવતી અને તમામ યુવકોને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. અહીં બંને પક્ષોને સામસામે બેસાડી હકીકત જાણતા પોલીસને નવાઈ લાગી હતી. બીજી તરફ ગેરમસજથી આવું થયાનું જાણાને પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News