Ahmedabad : પૈસા માટે વૃદ્ધ માતા પર દીકરાનો જીવલેણ હુમલો
Ahmedabad : અમદાવાદમાં સગા દીકરાએ વૃદ્ધ માતા પર પૈસા બાબતે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વૃદ્ધ માતાએ સમગ્ર બાબતે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે માતાની ફરિયાદ લઈ હૈવાન પુત્રની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, આકાશ જોષી તેની પત્ની મોનલ સાથે ફોન પર વાત કરતો હતો અને પતિ-પત્ની વચ્ચેની તકરારમાં અચાનક ઉશ્કેરાઈ ગયો અને ઘરમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. માતા કલ્પનાબેને દિકરાને તોડફોડ કરતા અટકાવ્યો અને સમજાવવા જતા આકાશે માતા પર હુમલો કરી દીધો હતો. ત્યારે ગળું દબાવીને મારવાનો પ્રયાસ કર્યો હતો.
પુત્રએ છરી મારીને હત્યા કરવાની ધમકી આપી દીધી. આથી દીકરાથી ડરેલા કલ્પનાબેન ઘરની બહાર નીકળી ગયા અને ઘર નજીકના બસ સ્ટેન્ડે આખી રાત પસાર કરીને આનંદનગર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી. માતાની ફરિયાદ બાદ પોલીસે પુત્ર આકાશની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.
આકાશના માતા કલ્પનાબેન નિવૃત શિક્ષક હોવાથી તેમનું પેન્શન આવતું હતું. આકાશને માતા પાસેથી પૈસા કઢાવવા તે ઘરમાં તોડફોડ કરીને આતંક મચાવતો હતો. જેથી માતા પૈસા વાપરવા આપી દેતા હતા. પરંતુ આકાશે આ વખતે પૈસાની લાલચમાં માતાનો જીવ લેવાનો પ્રયાસ કરતા અંતે માતાએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યાં છે. પોલીસે વૃદ્ધ માતાની ફરિયાદને આધારે દિકરાની સામે કાર્યવાહી હાથ ધરી છે.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ