Kamosmi varsad ne lai ambalal patel ni aagahi

સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ગાજવીજ સાથે વરસાદ થયો છે અને કૃષિ પાકને નુકસાન થયું છે. લોકો માવઠું જાય તેની રાહ જોઈએ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તો ખેડૂતો માટે સારા સમાચાર છે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જોકે, હવામાન વિભાગનું અનુમાન છે કે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ થવાની શક્યતા છે. જેના કારણે 29મીએે ફરી વાદળો આવવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel Aagahi) માર્ચ મહિનામાં વારંવાર માવઠું થવાની આગાહી મહિનાઓ પહેલા કરી દીધી હતી અને માર્ચ મહિનામાં માવઠું પણ થયું છે. માર્ચના અંતમાં ફરી વાતાવરણમાં પલટો આવવાનું અનુમાન છે. 26થી 28 માર્ચ દરમિયાન ફરી માવઠું થવાના એંધાણ છે.

અરબી સમુદ્રનો ભેજ ગુજરાત તરફ આવશે. દરિયામાં ઊંચા મોજા ઉછળશે અને ભારે પવન ફૂંકાશે. જેની અસરના કારણે દક્ષિણ ગુજરાત, ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં હળવું માવઠું થવાનું અનુમાન છે.

હવામાન વિભાગનું ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થવાનું અનુમાન છે. 29 માર્ચે વાદળ આવવાની શક્યતા છે. જોકે, વરસાદ થશે કે નહીં, તેની કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થયા બાદ આ બાબતનો અંદાજો આવી શકે તેમ છે. પરંતુ હાલ પૂરતા તો વાદળો આવવાનું અનુમાન છે. જ્યારે આગામી 4 દિવસ માવઠાથી છૂટકારો મળશે અને મહત્તમ તાપમાન 3થી 4 ડિગ્રી વધી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024