ahmedabad v s hospital ceiling collapse

Ahmedabad : અમદાવાદ શહેરની જાણીતી વી.એસ હોસ્પિટલ (VS Hospital)છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે ત્યારે આજે ઓર્થોપેડિક વિભાગની છત ધરાશાયી થતા મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ છે. હાલ હોસ્પિટલની અનેક દીવાલો જર્જરિત હાલતમાં છે. વી એસ. હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની રૂમની છત પણ તૂટી પડી છે. ત્યારે આ મોટી મનાતી હોસ્પિટલ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. દર્દીઓ સારવાર માટે અહીં આવતા હોય છે ત્યારે અહીં મોટી બેદરકારી સામે આવી છે.

આ અંગે કોંગ્રેસના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યુ કે, વી.એસ હોસ્પિટલની હાલત એવી છે કે, ક્યારેય પણ તેમાં કાંઇ પણ થઇ શકે છે. તો બીજીબાજુ એસવીપી હોસ્પિટલમાં ભાવ એટલા બધા છે કે, ગરીબ માણસ ત્યાં જવાનું વિચારી પણ નથી શકતો. ત્યારે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા ગરીબ વિરોધી છે. વી. એસ હોસ્પિટલને જ્યારે બંધ કરવામાં આવી ત્યારે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. તે બાદ તેને ફરીથી શરૂ કરવામાં આવી હતી. કોર્પોરેશનની આ જવાબદારી છે તેમણે આ જવાબદારી લેવી જોઇએ.

મળતી માહિતી મુજબ આજે બપોરે જૂની વીએસ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં આવેલી પેન્ટ્રી રૂમમાં એકાએક ધડાકાભેર સ્લેબ ધરાશાયી થયો હતો. છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં રહેલા વિભાગના પેન્ટ્રી રૂમમાં આ રીતે લેબ પડતાં દોડધામ બચી ગઈ હતી, જોકે સદનસીબે એન્ટ્રી રૂમમાં કોઈ પણ સ્ટાફ હાજર હતો નહીં જેથી મોટી જાનહાનિ ટળી છે. વીએસ હોસ્પિટલ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં છે. હોસ્પિટલનો દરેક વિભાગ અને બિલ્ડિંગમાં પોપડા ગમે ત્યારે પડે તેવી પરિસ્થિતિમાં છે.

જૂની વીએસ હોસ્પિટલ હાલમાં કાર્યરત છે, જેમાં ગાયનેક, ઓર્થોપેડિક સહિતના 10થી વધુ વિભાગો ચાલે છે અને તેમાં ઓપરેશન પણ થાય છે. ત્યારે આવી જર્જરિત હાલતમાં રહેલી હોસ્પિટલમાં આવી સ્લેબ પડવાની દુર્ઘટના ગમે ત્યારે બની શકે છે. જૂની વીએસ હોસ્પિટલને નવી બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે, પરંતુ હોસ્પિટલને પાડી અને નવી બનાવવાનો મુદ્દો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને નિર્ણય પેન્ડિંગ છે.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024