અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે (Ahmedabad-Vadodara Express Highway)પર ટ્રક અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોનાં મોત નીપજ્યા છે. વાઠવાળી પાસે એક્સપ્રેસ વે પર ટ્રકને પાછળથી આઇશરે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
જેમાં ટ્રક ડ્રાઇવરનું ઘટનાસ્થળે પર અને ટ્રક ક્લિનરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી છે. મહેમદાવાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે (Vadodara Express Highway) પર આજે વહેલી સવારે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહેમદાવાદ તાલુકાના વાઠવાળી પાસે એકપ્રેસ હાઇવે પર ટ્રકની પાછળ આઇસર ગાડી ઘૂસી ગઇ હતી. જેમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર (Truck Driver) નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે ક્લિનરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
- મામેરૂં: ભગવાન શ્રી જગન્નાથજી અને ભાઈ બલભદ્ર નાં સાનિધ્યમાં બહેન સુભદ્રાજીનું ડાયમંડનાં અલંકાર સાથે ભવ્ય મામેરૂં ભરવામાં આવ્યું
- દાહોદ: જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાને લઇ ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું
- પાટણ: ભારે વાહન પસાર કરવા પાણીનો પ્રવાહ અટકાવ્યો; ખેડૂતો પાણી માટે તરસ્યા
- પાટણ: રાધનપુર પાલિકામાં સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ, નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો
- પાટણમાં ૧૦ સ્વસહાય જૂથોને રૂ. ૧૩ લાખના કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ