Ahmedabad News : અમદાવાદના હાટકેશ્વર બ્રિજ અને પલ્લવ બ્રિજ બાદ હવે શાસ્ત્રી બ્રિજ ચર્ચામાં આવ્યો છે. શાસ્ત્રી બ્રિજને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. વિશાલા-ગ્યાસપુરને જોડતા શાસ્ત્રી બ્રિજમાં મસમોટી તિરાડો પડી ગઈ છે. સાથે જ બ્રિજની રેલિંગ પણ તૂટી ગઈ છે.
તંત્ર દ્વારા આ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો છે. એટલે કે આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. આ બ્રિજ પરથી દરરોજ લાખો વાહનો પસાર થાય છે ત્યારે શાસ્ત્રી બ્રિજની એક જ સાઈડ નાના વાહનો માટે ચાલુ રાખવામાં આવી છે.
શહેરના વિશાલા નારોલ નેશનલ હાઇવેના બ્રિજને લઇને સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજ પરથી હવે મોટા વાહનો પસાર નહીં થઈ શકે. આ બ્રિજ જર્જરિત હોવાને કારણે આજથી બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રશાસને પ્રતિબંધ મૂક્યો છે. માત્ર પેસેન્જર રિક્ષા, ટુ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સ વાહન બ્રિજ પરથી પસાર થઇ શકશે. આજથી બ્રિજ પરથી લોડિંગ રીક્ષા, ટ્રક, બસ બ્રિજ ઉપરથી પસાર થઇ શકશે નહીં. કોઈપણ સૂચના વગર બ્રિજ આજથી ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
અમદાવાદના હાટકેશ્વર અને પલ્લવ બ્રિજ બાદ શાસ્ત્રી બ્રિજ પણ ચર્ચામાં આવ્યો હતો. શાસ્ત્રી બ્રિજને લઈને અનેક જ સવાલો પણ ઉઠ્યા હતા. વિશાલા અને ગ્યાસપુરને જોડતા શાસ્ત્રી બ્રિજમાં મસમોટી તિરાડો પડી ગઈ છે. બ્રિજને રેલિંગ પણ તૂટી ગઈ છે. જેને કારણે બ્રિજ પરથી જ્યારે પણ લોકો પસાર થાય ત્યારે જીવતા મોતનો અનુભવ કરતા હતા.