rath yatra

પાટણ શહેરમાંથી નીકળનારી ભારતના ત્રીજા નંબરની અને ગુજરાતના બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની 141મી રથયાત્રાને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ ની સાથે સાથે પાલિકા તંત્ર એ પણ રથયાત્રાના ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા કટિબદ્ધતાથી રથયાત્રાના ઉબડખાબડ બનેલા માર્ગો ને પેવર બનાવવાની કામગીરી હાથ ધરી છે.

પાટણ શહેરમાંથી તારીખ 20 જૂનના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાના મુખ્ય માર્ગો જેવા કે હિંગળાચાચર, બગવાડા દરવાજા, સુભાષચોક, જૂનાગંજ બજાર, દોશીવટ બજાર, ત્રણ દરવાજા ,રતનપોળ, સાલવી વાડા, મોટીસરાઈ, અંબાજી માતા મંદિર સહિતના ઉબડ ખાબડ માર્ગોની પાટણ નગરપાલિકા દ્વારા પેવર કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે શુક્રવારના રોજ શહેરના બગવાડા દરવાજાથી વેરાઈ ચકલા વિસ્તાર સુધીના માર્ગનું પાટણ નગરપાલિકા દ્વારા પેવર કામ હાથ ધરાવામા આવ્યું હતું.

ભગવાન જગન્નાથજી ની 141 મી રથયાત્રાને સાંગોપાંગ સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ તેમજ પાટણના તમામ સમાજના લોકો તન મન અને ધનથી સહયોગી બની રહ્યા હોવાનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024