Ahmedabad: યુવકે એક યુવતી સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પિતા સાથે ઝગડો થયા બાદ યુવતીએ એક યુવક સાથે ફૂલ હાર કર્યા હતા. જોકે, ફૂલ હાર બાદ યુવકે ત્રાસ આપવાનો શરૂ કરી દીધો હતો.
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં રહેતી અને એરહોસ્ટેસનો અભ્યાસ કરી ચુકેલી યુવતીના પરિવારે તેના અન્ય યુવક સાથે લગ્ન કરાવ્યા હતા. શખ્શે યુવતીનું અપહરણ કરી રાજસ્થાન લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. અહીં યુવતીને બાંધી રાખતો હતો. જોકે, યુવતીએ ચાલાકી વાપરી પરિવારને જાણ કરી હતી.
ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકી યુવતીને ત્રાસ આપતો હતો. યુવતીના પરિવારે અન્ય યુવક સાથે લગ્ન કરાવ્યા હતા. શખ્શે યુવતીનું અપહરણ કરી રાજસ્થાન લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. અહીં યુવતીને બાંધી રાખતો હતો. જોકે, યુવતીએ ચાલાકી વાપરી પરિવારને જાણ કરી હતી. આ પછી રાજસ્થાન અને નારોલ પોલીસે યુવતીને મુક્ત કરાવી આરોપીની ધરપકડ કરી છે.