AIC recruitment

એગ્રીકલ્ચર ઈન્શ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયા (Agriculture Insurance Company of India (AIC)) દ્વારા મેનેજમેન્ટ ટ્રેઈની અને હિન્દી ઓફિસરના પદો માટે અરજી મંગાવવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો AICની ઓફિશિયલ વેબસાઈટ aicofindia.com પર અરજી કરી શકે છે. 13 ડિસેમ્બરે ( Agriculture Insurance Company of India recruitment Last Date of online application) અંતિમ તારીખ પછી કરવામાં આવેલી અરજીઓ સ્વીકરવામાં આવશે નહીં. આ નોકરી માટે અરજી કરવાના ફક્ત બે દિવસ બાકી છે ત્યારે યુવાનોએ વધુમાં વધુ સંખ્યામાં અરજી કરી આ તકનો લાભવ લેવો જોઈએ.

આ ભરતીમાં જણાવી દઈએ કે મેનેજમેન્ટ ટ્રેઈની માટે 30 પદો અને હિન્દી ઓફિસર માટે 1 પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

AIC RECRUITMENT 2021 શૈક્ષણિક લાયકાત:

મેનેજમેન્ટ ટ્રેઈની: સંબંધિત વિષયમાં માન્ય ઈન્સ્ટીટ્યૂટ અથવા યૂનિવર્સિટીથી સ્નાતક અથવા અનુસ્નાતક લધુત્તમ 60 ટકા માર્ક સાથે પાસ કર્યું હોય. SC/ST વર્ગના ઉમેદવારો લધુત્તમ 55 ટકા માર્ક સાથે યોગ્ય લાયકાત ધરાવતા હોય.

હિન્દી ઓફિસર: હિન્દી ઓફિસર માટે ઉમેદવાર હિન્દી અથવા અંગ્રેજી સાથે હિન્દી ટ્રેન્સલેશનમાં અનુસ્નાતક અને કોઈ એક વિષય સાથે લધુત્તમ 60 ટકા ગુણ સાથે સ્નાતક હોવો જોઈએ. જે ઉમેદવારો દિન્દી અને અંગ્રેજી સાથે સંસ્કૃતમાં પણ સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી ધરાવે છે, તે ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

વય મર્યાદા: અરજી કરનાર ઉમેદવારનો જન્મ 1 નવેમ્બર 1991 અથવા તે પછી અને 31 ઓક્ટોબર, 2000 પહેલાનો હોવો જોઈએ. આ પદો પર અરજી કરવા માટેની ઓછામાં ઓછી વયમર્યાદા 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ છે.

પસંદગી પ્રક્રિયા

અરજી કરનાર ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ઓનલાઈન પરિક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે તૈયાર કરવામાં આવેલી શોર્ટલિસ્ટના આધારે કરવામાં આવશે. 150 માર્કની ઓનલાઈન પરીક્ષા માટે ઉમેદવારોને 150 મિનીટનો સમય આપવામાં આવશે. જેમાં દરેક ખોટા જવાબ પર 0.25 માર્ક માઈનસ કરવામાં આવશે. આ પરીક્ષામાં સામાન્ય, OBC, EWS ઉમેદવારોએ ઓછામાં ઓછા 60 ટકા માર્ક મેળવવા ફરજીયાત છે. જ્યારે SC અને ST ઉમેદવારોએ ઓછામાં ઓછા 55 ટકા માર્ક મેળવવા ફરજીયાત છે. ઓનલાઈન પરીક્ષા જાન્યુઆરી 2022માં યોજવામાં આવશે.

ભરતીની માહિતી 

જગ્યા31
શૈક્ષણિ લાયકાતસંબંધિત વિષયમાં માન્ય ઈન્સ્ટીટ્યૂટ અથવા યૂનિવર્સિટીથી સ્નાતક અથવા અનુસ્નાતક લધુત્તમ 60 ટકા માર્ક સાથે પાસ
પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
અરજી કરવાની ફી1,000 રૂ.
અરજી કરવાની અંતિમ તારીખ13-12-2021
ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો

AIC RECRUITMENT 2021: પગાર

મેનેજમેન્ટ ટ્રેઈની: પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ વર્ષે માસિક રૂ. 40000 અને બીજા વર્ષે માસિક રૂ. 42500 પગાર પેટે ચૂકવવામાં આવશે.

હિન્દી ઓફિસર: હિન્દી ઓફિસની પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારને બેસિક પે રૂ. 32,795 ઉપરાંત અન્ય અલાઉન્સ આપવામાં આવશે. આ ઉમેદવારોનો કુલ પગાર મીસિક રૂ 65000નો રહેશે.

AIC RECRUITMENT 2021: આ રીતે કરો અરજી

Step 1: AICની ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરો.
Step 2: હોમપેજ ઓપન થયા પછી લેટેસ્ટ સિલેક્શન પર ક્લિક કરો અને ભરતી જાહેરાતની લિંક ઓપન કરો.
Step 3: આ પછી ઓપન થતા પેજમાં એપ્લિકેશન લિંક પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો.
Step 4: લોગીન કરવા માટેની વિગતો સેવ કરો અને એપ્લિકેશન ફોર્મ ભરો.
Step 5: એપ્લિકેશન કરવાની ફી (રૂ. 1000) ભરો અને એપ્લિકેશન ફોર્મ સબમીટ કરો.
Step 6: ભવિષ્યમાં રેફરન્સ માટે ફોર્મની પ્રિંન્ટ લઈ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024