sushasan saptah

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ” સુશાસન સપ્તાહ ” ઉજણવી નિમિતે પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજીત ખાતમુહુર્ત/લોકાર્પણ અને સહાય વિતરણ કાર્યક્રમ નગરપાલિકા ટાઉન હોલ, પાલનપુર ખાતે જીઆઈડીસી ના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયો.

બળવંતસિંહ રાજપૂતના વરદહસ્તે સમરસ યોજનાના ચેક/ પ્રધાનમંત્રી આવાસ યોજના સહાય ચેક/ સખી ગ્રામ સંગઠનો તથા સખી મંડળ સહાય ચેક લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે માન. રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ડીડીઓ ખેર સાહેબ, ગ્રામ વિકાસ એજન્સી ચીફ શેખ સાહેબ, નાયબ જીલ્લા વિકાસ અધિકારી, કાર્યપાલક ઈજનેર આઈ.કે.પટેલ, બનાસકાંઠા જીલ્લા ભાજપ મંત્રી દશરથસિંહ સોલંકી તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.