કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા પોલીસ દ્વારા બાતમી આધારે વોચ ગોઠવીને એક કાર સાથે ચાર આરોપીઓ, ચોરીનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જેમાં 19 જેટલી જુદી જુદી જગ્યાએ થી ધાર્મિક મંદિરોમાં દર્શનાર્થી બની ને ચોરી કરતી ગેંગ નો પર્દાફાશ કરવામાં થરા પોલીસ ને સફળતા મળી હતી. ધારદાર છરી અને પકડ સહિત ચોરીનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બે આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના નોખા ગામના વતની અને બે પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદર ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે જોકે આવા કેટલાય મંદિરો ને નિશાન બનાવી ને ચોરીનો અંજામ આપ્યો હતો ત્યારે હવે રેન્જ આઇજી અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક ધોરણે આવા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.