ભારતીય વાયુ સેનાના ગુમ થયેલા An-32 વિમાનની છ દિવસ બાદ પણ કોઈ જાણકારી મળી નથી. ટીમ ઈસરો સહિત વિવિધ એજન્સીઓની તકનીક અને સેંસર સાથે વિમાનથી શોધખોળના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, છતાં પણ કોઈ સફળતા હાથ લાગી નથી. ખરાબ હવામાન વચ્ચે પણ શનિવારે શોધખોળ સતત ચાલી હતી. એક અધિકારીએ આ જાણકારી આપી છે. વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ શનિવારે જોરહાટની મુલાકાત લીધી હતી.

વાયુ સેનાના An-32 વિમાને અરુણાચલ પ્રદેશના શિ-યોમિ જિલ્લાના મેચુકા એડવાસ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે સોમવારે રાત્રે 12 વાગીને 27 મિનિટ પર આસામના જોરહાટથી ઉડાન ભરી હતી. તેમાં 13 લોકો સવાર હતા.

ભારતીય વાયુસેનાના સાત દિવસથી ગુમ એએન-32 વિમાન અંગે જાણકારી આપનારને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. શનિવારે પૂર્વી એર કમાન્ડના એર માર્શલ આરડી માથુરે આ અંગેની જાહેરાત કરી છે. એએન-32એ 3 જૂને આસામના જોરહાટ એરબેઝથી ઉડાન ભરી હતી. અરુણાચલના મેનચુકા એર ફિલ્ડની ઉપર ઉડાન ભરતાં સમયે વિમાનનો સંપર્ક તૂટ્યો હતો, આ વિસ્તાર ચીનની સરહદ નજીક છે. વિમાનમાં 8 ક્રૂ મેમ્બર અને 5 યાત્રી સવાર હતા.

વાયુસેનાના પ્રવક્તા વિંગ કમાન્ડર રત્નાકર સિંહે જણાવ્યું કે ઈનામ તે વ્યક્તિ કે ગ્રુપને આપવામાં આવશે જે એએન-32 વિમાન અંગે પુરતા પુરાવા આપશે. સંપર્ક માટે વિભાગે ફોન નંબર 0378-3222164, 9436499477, 9402077627, 9402132477 જાહેર કર્યા છે. તેઓએ જણાવ્યું કે ખરાબ હવામાન હોવા છતાં સેના, વાયુસેના, ગ્રાઉન્ડ ફોર્સ, સી-130 જે, હેલિકોપ્ટર અને નૌસેનાનું પી-8 આઈ તપાસ અભિયાનમાં હતા. સિયાંગ જિલ્લાની પાસે 2500 વર્ગ કિમી ક્ષેત્રમાં તપાસ ચાલી રહી છે.

વાયુસેનાએ કહ્યું હતું કે જમીન પર તપાસ કરી રહેલી ટીમ પાસેથી ક્રેશના સંભવિત જગ્યાઓ અંગે કેટલાંક રિપોર્ટ મળ્યાં છે. હેલિકોપ્ટર તે લોકેશન પર મોકલવામાં આવ્યાં છે. પરંતુ હજુ સુધી વિમાનનો કાટમાળ મળ્યો નથી. વાયુસેનાના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ઈસરોના સેટેલાઈટની મદદથી પણ તપાસ કરવામાં આવી રહી છે. સેટેલાઈટથી અરુણાચલ અને આસામના કેટલાંક વિસ્તારો પર પણ નજર રાખવામાં આવી રહી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.