ધોરણ 12 પાસ ઉમેદવારો માટે એરફોર્સમાં ભરતીમેળો

Airmen Recruitment
- Advertisement -

This browser does not support the video element.

Airmen Recruitment

ભારતીય હવાઈદળમાં ગ્રુપ-Y નોન ટેક્નીકલ, ઓટો ટેક્નીશીયન અને ઇન્ડીયન એરફોર્સ તથા મ્યુઝીશીયન ટ્રેડની ભરતી કરવામાં આવશે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે ભારતીય હવાઈદળમાં એરમેન (Airmen Recruitment)ની ગ્રુપ- Y નોન ટેક્નીકલ, ઓટો ટેક્નીશીયન અને ઇન્ડીયન એરફોર્સ (પોલીસ), ઇન્ડીયન એરફોર્સ (સીક્યુરીટી) અને મ્યુઝીશીયન ટ્રેડની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે આગામી તારીખ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦ થી ૦૪ ઓક્ટોબર, ૨૦૨૦ સુધી કેન્દ્રીય વિદ્યાલય એરફોર્સ મકરપુરા, વડોદરા ખાતે ભરતીમેળો યોજવામાં આવશે.

આ ભરતીમેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન એરફોર્સની વેબસાઇટ www.airmenselection.cdac.in પર તારીખ ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૦ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ના સાંજે ૫.૦૦ વાગ્યા સુધીમાં કરવાનું રહેશે. આ ભરતી મેળામાં ગુજરાતના તમામ જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે.

આ પણ જુઓ : DRDO એ હાઈપરસોનિક વ્હીકલનું સફળ પરીક્ષણ કર્યું

આ ભરતીમેળામાં ભાગ લેવા માટે ઉમેદવારની લાયકાત કેન્દ્રીય કે રાજ્ય પરિક્ષા બોર્ડ ધોરણ-૧૨ (૧૦+૨) માં કોઈ પણ પ્રવાહમાં ૫૦ ટકા માર્કસની સાથે અંગ્રેજી વિષયમાં પણ ૫૦ ટકા માર્કસ સાથે પાસ થયેલ હોવા જોઈએ. ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારની જન્મતારીખ તા.૧૭ જાન્યુઆરી, ૨૦૦૦ થી ૩૦ ડિસેમ્બર, ૨૦૦૩ની વચ્ચેની હોવી જોઈએ. તેમજ ઓટો ટેક્નીશીયનમાં જોડાનાર ઉમેદવારો માટે ૧૬૫ સેમી ઊંચાઈ અને આઇ.એ.એફ.(પી)ના ઉમેદવારો માટે ૧૭૫ સેમી ઊંચાઈ હોવી જરૂરી છે.

આ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારોએ સાથે રાખવાના પ્રમાણપત્રો, વસ્તુઓ, કલર ફોટા, મેડીકલ અને પાત્રતાના ધારાધોરણ વગેરેની વધુ માહિતી www.airmenselection.cdac.in ની વેબસાઇટ પરથી મેળવી શકાશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.