Rajkot
રાજકોટ (Rajkot) ની એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો. આ બનાવમાં 5 દર્દીઓ જીવતા ભૂંજાયા હતા. ગુજરાતની આ પાંચમી હોસ્પિટલ છે, જેમાં ઓગસ્ટ મહિના બાદ આગ લાગી છે. જેમાં સરકારની બેદરકારી સામે આવી રહી છે. ત્યારે રાજકોટના આ અગ્નિકાંડમાં ઉદય શિવાનંદ હોસ્પિટલના અજય વાઘેલા નામના કર્મચારીએ ખુબજ સાહસનું કામ કર્યું છે.
હોસ્પિટલમાં આગ લાગતા જ અનેક દર્દીઓને બહાર કાઢીને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરાઈ હતી. ત્યારે અજય વાઘેલાએ પોતાનો જીવ જોખમમાં નાખી સાત દર્દીઓના જીવ બચાવ્યા હતા. તેણે સાતેય દર્દીઓને પોતાના ખભા પર ઉંચકીને અગાશી સુધી પહોંચાડ્યા હતા.
આ પણ જુઓ : વડોદરામાંથી આંતર રાજ્ય બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું
અજય વાઘેલાએ પોતાના જીવ જોખમમાં નાખી બે માળ ચઢીને 7 દર્દીને બચાવ્યા હતા. ત્યારે આ કામગીરી બાદ તેની વાહવાહી થઈ હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે, કેટલાક દર્દીઓનું વજન વધુ હતું. ઊંચકીને બે માળ ચઢવું પણ અઘરુ બન્યું હતું. પરંતુ ભગવાનનું નામ લઈને કોરોનાના દર્દીને ખભા પર ઊંચકીને વારાફરતી છેક અગાશી સુધી મૂકી આવ્યો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.