Patan
કોરોના મહામારી હજી પણ કહેર બની ને વરસી રહી છે. આ સંજોગોમાં સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. છતાં પાટણ (Patan) શહેરની દૂકાનોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે બુધવારે પાલીકા ચીફ ઓફિસરે પાટણના મુખ્ય વિસ્તારની ચા, મેડીકલ, કરીયાણા, પાર્લર અને કાપડની દુકાનો મળીને 6 દુકાનો સીલ કરી હતી.
ગુરૂવારે સવારે પાટણ પાલિકાના ચીફ ઓફિસરે શહેર મુખ્ય વિસ્તાર જુના ગંજબજારની મોરલી ટી, કિંલાચંદ માર્કેટમાં બ્રાહ્માણી પાર્લર, કોહિનુર નજીક બે મેડીકલ, બસ સ્ટેશન રોડ ઉપર કરીયાણા દુકાના તેમજ મિલન ટાંકી વિસ્તારમાં કાપડની દુકાનને સીલ કરવામાં આવી હતી.
આ પણ જુઓ : પાટણ પદ્મનાભજીના સપ્તરાત્રી મેળાને લઇ પ્રાંત અધિકારીએ કરી જાહેરાત
ઉપરાંત લોકો કોરોનાને ભૂલીને માસ્ક પહેરવાનું પણ બંધ કરી દીધી છે. જેથી પાટણ શહેરમાં પાલિકાએ છેલ્લા કેટલા દિવસ માસ્ક ન પહેરતા લોકો સામે દંડની કાર્યવાહી કરવાની શરૂ કરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.