સિદ્ધપુર હાઈવે પર બે કારમાંથી દારૂ ઝડપાયો

પોસ્ટ કેવી લાગી?

Siddhpur

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સિદ્ધપુર (Siddhpur) સરસ્વતી નદીના બ્રિજ પર વોચ ગોઠવી પસાર થતી કાર નંબર જીજે 01 આરવી 3582 અને જીજે 01એચવાય 1241ને રોકી તપાસ કરતાં કારમાંથી કિ.રૂ. 317036ની 2837 દારૂની બોટલ ઝડપાઇ હતી.

પોલીસે બે વાહન જેની કિ.રૂ.10 લાખ, મોબાઇલ નંગ 06 કિ.રૂ. 21000 તથા રોકડ રૂ.10555 સહિત કુલ રૂ. 13,48, 591 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તે સાથે પોલીસે ચાર શખ્સ રહે.રામનગર તા.દાંતીવાડાના ગુલાબસિંહ રામસીંહ વાઘેલા, રહે.નાનીભાભર તા.દાંતીવાડાના ઇદ્રજીતસિંહ વનરાજસિંહ વાઘેલા, રહે. વારદા તા.બરગાવ રાજસ્થાન વર્દીચંદ ટીલાજી ડાંગી, રહે. નાંદવેલ રાજભાઇ ભેરૂલાલ ડાંગી ઝડપાયા હતા. જ્યારે સાત શખ્સો ફરાર થઈ ગયા હતા.

પાટણ એલસીબીએ ખલીપુર ગામની સીમમાંથી પસાર થતી ઇકો ગાડી જીજે 01 આરવી 8773ની તપાસ કરતાં કિંમત રૂ. 32, 499ની 38 બોટલ દારૂ મળી આવ્યો હતો.

આ પણ જુઓ : Arnab Goswami પર મૃતક ડિઝાઈનરની પત્ની-પુત્રીએ લગાવ્યા ગંભીર આરોપ

પોલીસે લીમ્બાચીયા ભરતભાઇ મુકેશભાઇ, ઠકકર મનીષ ઉર્ફે લાલાભાઇ શંકરભાઇ(રહે.ડીસા)ને ઝડપી પાડ્યા હતા. તથા તેની સાથે સંકળાયેલા ઠકકર નિકુલભાઇ પ્રવિણભાઇ રહે. ડીસા સામે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

ઉપરાંત કિ.રૂ. 32499 , મોબાઇલ એક, કિ.રૂ.1000, ઇકો ગાડી રૂ. બે લાખ મળી કુલ રૂ.2,33,499ના મુદ્દામાલપણ ઝડપ્યો હતો.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures