Ahmedabad
ગઈકાલે અમદાવાદ ((Ahmedabad) ના નારોલમાં આવેલ કેમિકલના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટમાં 12 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ બ્લાસ્ટમાં મૃત્યું પામેલ તમામ મૃતકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપીને તેમના પરિવારજનો માટે 4 લાખની સહાયની જાહેરાત કરી હતી. સમગ્ર ઘટનામાં કુલ 12 લોકોના મોત અને 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ મામલામાં નારોલ પોલીસે 160 મુજબનું સમન્સ આપી 3 લોકોની પૂછપરછ શરૂ કરી છે. ગોડાઉનના મૂળ માલિક બુટા ભરવાડ, કેમિકલ ગોડાઉનના મલિક હિતેશ સુતરિયા અને પાસેના ગોડાઉનના મલિક અમિતની બ્લાસ્ટ અને આગમાં બેદરકારી સંબંધે પૂછપરછ શરૂ કરાઈ છે.
આજે Fsl ના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ગેરકાયદેસર કેમિકલ મિક્સીંગ કરી ઈન્ડસ્ટ્રીયલ યુનિટને વેચતા હતા. હાઇડ્રોજન પેરોક્સાઇડનું મિક્સીંગ કરી કેટલિસ્ટ બનાવતા હતા. એફએસએલના પ્રાથમિક તપાસમાં બે કેમિકલના પ્રમાણ મળી આવ્યા છે.
આ પણ જુઓ : જમ્મુ કશ્મીરમાં 370 કલમ રાડ થયા બાદ 28 નવેંબરે ડીડીસીની પહેલી ચૂંટણી
આજે Amc એસ્ટેટ વિભાગ દ્વારા જોખમી ભાગ તોડવની કામગીરી હાથ ધરાઈ હતી. GPCB ના ચેરમેનને આ વિશે તપાસ સોંપાઈ છે. એસ્ટેટ વિભાગ દ્વારા જણાવાયું કે Noc વગર ચાલતા એકમો સામે હવે કાર્યવાહી કરવામાં આવશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.