All Three Farm Laws to Be Repealed

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દેશને સંબોધન કરતાં ખૂબ મોટી જાહેરાત કરી હતી.

PM મોદીએ સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી છે. ત્યાર બાદ પીએમ મોદીએ ગુરુ નાનકજીના ઉપદેશની વાત કરતાં જણાવ્યુ હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનો કર્યો નિર્ણય – All Three Farm Laws to Be Repealed

મોદીએ વધુમાં કહ્યું હતું કે અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. અમે જે કૃષિ કાયદાની વર્ષોથી માગ હતી તેને જ દેશના હિત માટે લઈ આવ્યા હતા. ઘણા ખેડૂતો અને કૃષિ સંગઠનોએ તેને આવકાર્યા હતો પરંતુ કેટલાક ખેડૂતોના આ કાયદાના ફાયદાઓ અમે સમજાવી શક્યા નથી. જોકે હવે અમે ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. અને આ સાથે પીએમ મોદી(PM Modi)એ હાથ જોડીને આંદોલનરત ખેડૂતોને અપીલ કરી હતી કે તમે તમારા ઘરે અને ખેતરમાં પાછા ફરો, પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરુઆત કરો.