Atrocities on Hindus in Pakistan

Atrocities on Hindus in Pakistan : પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા હિંદુ, ઇસાઇ, સિખ સમુદાય સહિતના લોકો પર અત્યાચાર એની ચરમ સીમાએ પહોંચી ગયો છે. આ સમુદાયની કિશોરીઓ કે યુવતીઓનું અપહરણ કરી ધર્મપરિવર્તન કરાવી અપહરણકર્તા સાથે નિકાહ કરાવી દેવાની ઘટના લગભગ રોજ સામે આવી રહી છે.

આવીજ એક વધુ ઘટના સામે આવી છે અહીંના સિંધ પ્રદેશમાં એક 11 વર્ષના હિંદુ છોકરાની જાતીય સતામણી પછી નિર્મમ હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. મૃતકના પરિવારવાળાનું કહેવુ હતું કે, શુક્રવારે તે અચાનક ગુમ થયો હતો, જે પછી શનિવારે એનો મૃતદેહ એક સુમસામ ઘરમાંથી મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં બેની ધરપકડ કરી છે.

આ કેસમાં ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનનો રિપોર્ટ કહે છે કે, છોકરાનો આખો પરિવાર એ દિવસે ગુરુ નાનક જયંતીના કાર્યક્રમમાં વ્યસ્ત હતો. જેથી એ લોકોના ધ્યાનમાં જ ના આવ્યું કે બાળક ગુમ કઇ રીતે થયું. તે રાતે 11 વાગ્યે એક ઘરમાંથી મૃત મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ હત્યારાઓએ છોકરાનું શારીરિક શોષણ કર્યા પછી એની હત્યા કરી નાંખી હતી. આ કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. જેમાંથી એકે એનો ગુનો કબૂલ કર્યો હતો.

રિપોર્ટમાં સામે આવ્યું છે કે, સગીરના શરીર પર જાતીય સતામણીના નિશાન છે. આ વિસ્તારમાં વિતેલા દિવસોમાં આ બીજી આવી ઘટના છે. થોડા દિવસ પહેલા અહીંના સુક્કુર જિલ્લાના સાલેહ પાટમાં વસતાં હિંદુ સમુદાયની એક સગીરા ગુમ થઇ હતી, જેની હજુ સુધી ભાળ મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024