સુપ્રસિદ્ધ યાત્રાધામ 51 શક્તિપીઠ અંબાજી મંદિર કોરોના સંક્રમણને લઈ 15 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ગબ્બર શક્તિપીઠ સહિત અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મંદિરો બંધ કરવા નિર્ણય લેવાયો છે.
સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની ત્રીજી લહેરમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. જેમાં ગુજરાતમાં પણ પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ આંક 200 નજીક પહોંચી ચૂક્યો છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અગમચેતીના ભાગરૂપે સંક્રમણ ન ફેલાય તે હેતુથી વ્યવસ્થાપક સમિતિ દ્વારા અંબાજી મંદિર ગબ્બર મંદિર 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો 15 જાન્યુઆરી 2022 થી 22 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
15 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર-સાંજ આરતી નું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ તથા જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સર્વે લોકોને ઘરે બેઠા જીવંત પ્રસારણનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
- રાધનપુર સાતલપુર અને સમી પંથકની પાણીની સમસ્યા એક સપ્તાહમાં નહીં ઉકેલાય તો આંદોલન છેડાશે : રધુ દેસાઈ
- પાટણના માધવ નગર ખાતે શ્રી સધી મેલડી માતાના મંદિરે ભક્તિ સભર માહોલમાં ભંડારો યોજાયો
- રાધનપુર ખાતે રઘુવંશી લોહાણા સમાજની ચૂંટણીલક્ષી શક્તિ પ્રદર્શન સાથેની બેઠક યોજાઇ.
- હારીજ તાલુકાના બોરતવાડા ગામે 31 મુ સહકાર સંમેલન યોજાયું.
- દાહોદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા યોજાઇ રાત્રીસભા