Ahemdabad
કોરોનાએ અમદાવાદ (Ahemdabad) માં ફરી પોતાનો કહેર વરસાવ્યો છે. આ સંજોગોમાં તબીબોની દિવાળીની રજાઓ પણ કેન્સલ કરવામાં આવી છે. કોરોનાના કેસ વધતા હોસ્પિટલમાં બેડ હાઉસફુલ થઇ રહ્યા છે. બીજી તરફ, અમદાવાદમાં કોરોના ટેસ્ટ કરવા મામલે AMC એ પોલિસીમાં બદલાવ કર્યો છે.
AMC એ ટેસ્ટમાં બદલાવ મુજબ, 38 ડિગ્રી સેલ્શિયસથી વધુ તાપમાન હશે તો જ ટેસ્ટ કરવામાં આવશે. ઉપરાંત અન્ય લક્ષણો જણાશે તો જ આગળના ટેસ્ટ કરવામાં આવશે. કેટલાક લોકો ટેસ્ટીંગનો દુરુપયોગ કરતા હોવાનું એએમસી તંત્રના ધ્યાને આવ્યું છે.
આ પણ જુઓ : ‘રાહુલ સ્કૂલમાં ભણતા ટાબરિયા જેવો છે’ : બરાક ઓબામા
કેટલાક લોકો એક સ્થળે ટેસ્ટ કરાવી અન્ય સ્થળે પણ ટેસ્ટ કરાવતા હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી તંત્રનો સમય અને મશીનરીનો બગાડ અટકાવવા આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ કરી રહ્યાં જણાતા કોરોના સંક્રમણ વધવાની ભીતિ દેખાઈ રહી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.