અમદાવાદ શહેરમાં લોકની જાગૃતિ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક પાણીપુરીની દુકાનને સીલ મારી દીધું છે. લોકોએ કરેલા આક્ષેપ કે દુકાનનો માલિક ટાઇલેટમાં પાણીપુરીનો જથ્થો મૂકી રાખતો હતો. આ મામલે નારણપુરા ખાતે આવેલી સ્વામિનારાયણ કો.ઓ. હા. સોસાયટીના રહીશોએ હલ્લાબોલ કર્યો હતો.
એએમસીએ કાર્યવાહી કરતા લક્ષ્મી પાણીપુરીના માલિકને નોટિસ પાઠવી હતી, તેમજ દુકાન સીલ કરી દીધી હતી. પાણીપુરી ખાવાલાયક ન હોવાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ મામલે અર્જુ ગ્રીન્સ સંકુલ (સ્વામિનારાયણ કો.ઓ.હા. સોસાયટી) તરફથી એપ્રિલ મહિનામાં અમદાવાદ પોલીસ કમિશ્નર, આરોગ્ય વિભાગ, દબાણ વિભાગ, ટ્રાફિક વિભાગ તેમજ અમદવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનને એક આવેદન આપવામાં આવ્યું હતું.
આ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, “અર્જુન ગ્રીન્સ” રેસિડેન્સિયલ સંકુલ નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કોમર્શીયલ દુકાનો આવેલી છે. આ દુકાનોમાં માલિકો અને ભાડુઆતો દ્વારા ખાણીપીણીના અસંખ્ય સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે. આ સ્ટોલમાં બિન-આરોગ્યપ્રદ વસ્તુઓ વેચવામાં આવી રહી છે, તથા આ દુકાનો લાઇસન્સ વગર ચાલી રહી છે. એટલું જ નહીં ખાણીપીણીની વસ્તુઓ બનાવવા માટે તેમજ ગ્રાહકો માટે બેસવાની વ્યવસ્થા કરવા માટે ખુરશી બાકડા મૂકીને દુકાનનો માલિકો દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે.
આવેદન પત્ર પ્રમાણે દુકાનના માલિકોએ સંકુલના આગળના ભાગમાં આવેલા મુલાકાતી પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે દબાણ કર્યું છે. આ દુકાનો મોડી રાત સુધી ખુલ્લી રહેતા સોસાયટીના લોકો માનસિક અશાંતિનો અનુભવ કરી રહ્યા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.