Herd Immunity

  • અમદાવાદ શહેરમાં કોરોના સામે એન્ટીબોડી ડેવલપ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
  • AMC એ શહેરમાં હર્ડ ઇમ્યુનિટી (Herd Immunity) હોવાની વાત ફગાવી દીધી છે.
  • જો કે, 16 જૂનથી 11 જુલાઈ દરમિયાન એન્ટીબોડી માટે 30,000 લોકોના રિપોર્ટ લેવાયા હતા.
  • 30,000 માંથી માત્ર 17.5 ટકા નાગરિકોમાં હર્ડ ઇમ્યુનિટી (Herd Immunity) ડેવલપ થઈ હોવાનું સામે આવ્યું છે.
  • AMC ના અધિકારીઓએ દિલ્હી સ્થિત ICMR ચેરમેન ડો. બલરામ ભાર્ગવ સાથે આ અંગે ચર્ચા કરી હતી.
  • તથા આધિકારીક રીતે આવો કોઈ સર્વે ICMRએ ન કર્યો હોવાનો AMC એ સ્વીકાર કર્યો છે.
  • અમદાવાદ મહાનગરપાલિકાના સાત વિસ્તારોમાં 16 જૂનથી 11 જુલાઈ સુધી થયેલા સર્વે અને સેમ્પલના આધાર પર અમદાવાદ મહાનગરપાલિકા (AMC) એ મોટો દાવો કર્યો છે.
  • તો શહેરના આ સાત ઝોનમાંથી લેવાયેલા 30 હજાર લોકોના સેમ્પલોમાંથી સાડા સત્તર ટકા એટલે કે 5,263 લોકોમાં એન્ટી બોડી ડેવલપ થયેલી જોવા મળી.
  • માત્ર આ સાત ઝોનના 30 હજાર લોકો પૈકી પાંચ હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા અને તેમાંથી બહાર પણ નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું.
  • સેમ્પલ લેવાયેલા લોકો પૈકી લગભગ 18 ટકા જેટલી મહિલાઓ તો, સવા 17 ટકા પુરુષોમાં એન્ટી બોડી ડેવલપ થયેલી જોવા મળી.
  • જો કે, 70 થી 80 ટકા લોકોમાં એન્ટી બોડી ડેવલપ થઈ હોય તો જ તેને હર્ડ ઈમ્યુનિટી (Herd Immunity) કહી શકાય.
  • તેમજ જે સેમ્પલ લેવાયા હતા તે પૈકી અમદાવાદના મધ્યઝોનમાં 28.43 ટકા, ઉત્તર ઝોનમાં 27.42 ટકા લોકોમાં એન્ટી બોડી જોવા મળી.
  • તથા પૂર્વ ઝોનમાં 23.22 અને દક્ષિણ ઝોનમાં 16.15 ટકા લોકોમાં એન્ટી બોડી જોવા મળી.
  • જયારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 13.43 ટકા લોકોમાં એન્ટિબોડી ડેવલપ થઈ.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024