Ahmedabad News : અમદાવાદમાં રહેતી પરણીતાને તેનો પતિ રોજ બેરહેમીથી માર મારતો હતો. પતિને રોજ દારૂ પીવાની ટેવ હતી અને દારૂ પીવાના પૈસા પતી જાય એટલે તે પત્નીને માર મારવાનું શરૂ કરતો હતો. જોકે, પત્ની પૈસા આપી દે તો તે જતો રહેતો હતો, પણ રોજ રોજ આ યાતનાઓ વધતી ગઈ એને તેણે તેના બાળકોને પણ મારવાનું શરૂ કરતાં આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો.

અમદાવાદ ના જશોદાનગર વિસ્તારમાં રહેતા ફરિયાદીએ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં પતિ હિરેન, સસરા અને સાસુ વિરૂદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ અને માર મારવાની ફરિયાદ કરી છે. ફરિયાદીના લગ્ન વર્ષ 2013માં બાપુનગરમાં રહેતા હીરેન સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ ફરિયાદી સંયુક્ત પરિવારમાં રહેતી હતી. જેમાં સાસરિયાએ તેને એક વર્ષ સુધી સારી રીતે રાખી હતી. લગ્નના એક વર્ષ બાદ સાસરિયાએ તેને હેરાન-પરેશાન કરવાનું શરૂ કરી દીધુ હતું. જ્યારે પતિ હિરેન મારઝૂડ કરતો હતો.

નિકોલ પોલીસે તેની અટકાયત પણ કરી હતી. હિરેને પોતાની પાસે બંને બાળકો રાખીને ફરિયાદીને ઘરેથી કાઢી મૂકી હતી અને ધમકી આપી હતી કે, રસ્તા પર મળીશ તો તને જાનથી મારી નાખીશ. આ સિવાય હિરેન અને તેના ઘરના ધમકી આપતા હતા કે, પિયરમાંથી દહેજ પેટે રૂપિયા લઈને આવીશ તો તને સારી રીતે રાખીશું.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024