America: The plane's tire burst on the runway after take-off
  • America :ટેકઓફ કર્યા બાદ રનવે પર પ્લેનનું ફાટ્યું ટાયર
  • 174 મુસાફરોના શ્વાસ થયા હતા અધ્ધર
  •  પ્લેનના ટાયર ફાટવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ 
  • ઈમરજન્સી વાહનો સ્થળ પર પહોંચ્યા હતા

પ્લેનના ટાયર ફાટવાનો એક ડરામણો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બુધવારે ફ્લોરિડા એરપોર્ટ પરથી ઉડાન ભરતા પહેલા રનવે પર પ્લેનનું ટાયર ફાટી જતાં યુએસમાં ફોનિક્સ તરફ જતી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ થોડી જ સેકન્ડમાં મોટી દુર્ઘટનામાંથી બચી ગઈ હતી.

ફ્લાઇટ 590 સવારે 8 વાગ્યે પહેલા ટેમ્પા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેકઓફ કરી રહી હતી તે ક્ષણનો એક વાયરલ વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, અચાનક ટાયરની જમણી બાજુ ફાટવાથી આગના તણખા નીકળ્યા, જેનાથી હવામાં ધુમાડો ફેલાઈ ગયો. રનવેના અંતે અટકતા પહેલા, ટાયર ફાટવા છતાં પ્લેન આગળ વધતું રહ્યું. બાદમાં પ્લેન રોકાયા બાદ ઈમરજન્સી વાહનો સ્થળ પર પહોંચ્યા હતા.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024