Defense ministry
રક્ષા મંત્રાલયે (Defense ministry) ગુરૂવારે 28,000 કરોડ રૂપિયાની કિંમતના હથિયાર અને સૈન્ય ઉપકરણ ખરીદવાની મંજૂરી આપી છે. અધિકારીઓએ આ વિશે જણાવ્યું કે જ્યારે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં સરહદ પર લાંબા સમયથી ગતિરોધ ચાલી રહ્યો છે આ ખરીદને તેવા સમયે મંજૂરી આપવામાં આવી છે.
રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, ‘રક્ષા મંત્રાલય રાજનાથ સિંહના નેતૃત્વમાં રક્ષા ખરીદ પરિષદ એટલે કે Defence Acquisition Council (ડીએસી)એ ઘરેલૂ ઉદ્યોગથી 27,000 કરોડ રૂપિયાના ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપી છે.’
આ પણ જુઓ : રાજકોટમાં માત્ર 10મુ ધોરણ પાસ બોગસ ડોક્ટર ઝડપાયો
મંત્રાલયે કહ્યું, 28000 કરોડ રૂપિયાના સાત પ્રસ્તાવોમાંથી 6 પ્રસ્તાવ 27000 કરોડ રૂપિયાના છે. તે હેઠળ ‘મેક ઇન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ઉદ્યોગને સ્વીકાર્યતા મંજૂરી આપવામાં આવશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.