SG Highway

SG Highway

આજે અમદાવાદમાં એસજી હાઈવે (SG Highway) પર કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા બે ફ્લાય ઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બંન્ને ફ્લાયઓવરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.

સિંધુ ભવન અને સાણંદ ચાર રસ્તા પર એમ બે ફ્લાય ઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મેયર બિજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

આ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, અમદાવાદ-રાજકોટ સિક્સ લેન રોડનું પણ 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 2 હજાર કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ બની રહ્યો છે. 3400 કરોડના ખર્ચે 68 ઓવર બ્રિજ રેલવે ફાટકો પર બનવાના છે.

આ પણ જુઓ : ગુજરાતમાં હવે રેપિડ-RTPCR નેગેટિવ આવે તો સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ કરાવવો ફરજિયાત

સરખેજ ગાંધીનગર હાઈવે પર સાણંદ સર્કલ પાસે 36 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બનાવવામાં આવ્યો છે. તો સાથે જ સિંધુ ભવન ચાર રસ્તા પાસે 35 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે. આજે આ બંન્ને ફ્લાય ઓવરના લોકાર્પણ થઈ ગયા છે. ઉપરાંત નીતિન પટેલે જાહેરાત કરી કે, આગામી 3-4 વર્ષમાં ગુજરાત રેલવે ફાટક મુક્ત દેશનું પ્રથમ રાજ્ય બની જશે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024