KBC 12

અભિનેતા અમિતાભ બચ્ચન ફરી શૂટિંગના કામે લાગી ગયા છે. અમિતાભે તાજેતરમાં સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટ પર એક તસવીર મુકીને કરી KBC 12 ના શૂટિંગ શરૂ કર્યાની જાણકારી આપી છે. તેમણે ટેલિવિઝનનો ચર્ચિત અને લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિની 12મા સીઝનની તૈયારીમાં લાગી ગયા હોવાનું જણાવ્યું છે. 

અમિતાભે સોશિયલ મીડિયા પર તસવીરોનો એક કોલાઝ બનાવીને શેર કર્યું છે. જેમાં એક ફોટો KBC 12 સેટનો છે જ્યારે બીજી તસવીર પોતાની યુવાનીની મુકી છે. પોસ્ટના કેપ્શનમાં તેમણે કહ્યું છે કે આ શોએ 20 વર્ષ પૂરા કર્યા છે. સાલ 2000 માં આ શોને પ્રથમ વખત ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. શૂટિંગના સેટ પરના ફોટાઓમાં કર્મચારીઓ પીપીઇ કિટ પહેરેલા જોવા મળે છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024