Amreli

અમરેલી (Amreli) ની SBI માં ઈન્શ્યોરન્સ વિભાગમાં નોકરી કરતાં કર્મચારીને જૂનાગઢની યુવતીએ પ્રેમજાળમાં ફસાવીને તેને મળવા માટે બોલાવ્યા. ત્યાર બાદ બે શખ્સોએ અપહરણ કરીને રૂપિયા 5 લાખની ખંડણી માગી હતી. તો આ અંગે યુવકની ફરિયાદને આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

અમરેલી (Amreli) SBI માં ઈન્શ્યોરન્સ વિભાગમાં બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતાં 26 વર્ષીય વિજય પરમારે પોલીસ મથકમાં પોલીસ સમક્ષ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યુ કે, તેને વોટ્સએપ પર એક મહિલા દ્વારા હાય ડાર્લિંગ લખીને સંપર્ક કર્યા બાદ બંને વચ્ચે વાતો શરૂ થઈ હતી. યુવતીએ પોતાનું નામ મનિષા પટેલ જણાવ્યું હતું.

યુવતીએ અમરેલી (Amreli) ના બાબાપુર ગામે મળવા માટે બોલાવ્યા હતો. ત્યારબાદ તે બંને બાઈક પર બેસીને ધારી તરફ જતાં હતા ત્યારે કારમાં આવેલાં બે અજાણ્યા શખ્સોએ તેને માર મારીને બળજબરીથી નંબર પ્લેટ વગરની કારમાં અપહરણ કર્યું હતું. પછી તેને પ્રતમ બિલખા અને પછી જૂનાગઢ લઈ ગયા હતા.

આરોપીએ યુવતી સાથેના તેના ફોટા અને વીડિયો માટે તેને હોટેલમાં લઈ જઈને નગ્ન ફોટા પડાવી બદનામ કરશે અને બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવશે તેવી તથા પતાવી દેવાની ધમકી આપીને રૂપિયા 5 લાખની ખંડણી માગી હતી. ત્યારે ફરિયાદીએ પોતાના મિત્રોને ફોન કરીને રકમ માગીને અમુક રકમની વ્યવસ્થા કરાવી આપી હતી.

તો આરોપીઓએ જૂનાગઢમાં તેને એટીએમ પાસે અને અન્ય એક મિત્રએ મોકલેલી રકમ લેવા માટે પીએમ આંગડીયા પેઢીની ઓફિસમાં લઈ ગયા હતા. આ રીતે 1 લાખ પાંચ હજારની રકમ પડાવીને છોડી દીધો હતો. આ પછી પણ તેઓ વારંવાર ફોન કરીને વધારે રકમ માટે ધમકીઓ આપતા હતા.

આ કેસમાં યુવાનની ફરિયાદ પરથી અમરેલી તાલુકા પોલીસ દ્વાર ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે તો પૂછપરછ ચાલી રહી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. તથા આ ટોળકીએ અન્ય લોકોને પણ આ રીતે ફસાવ્યા હોવાના મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024